Only Gujarat

Bollywood TOP STORIES

જેઠાલાલે પોતાની જ બાપુજી વિશે કહી દીધી એવી વાત કે…કોઈ પણ કહેશે કે સાવ આવું તો…

મુંબઈઃ કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 12 વર્ષથી ટીવી પર આવે છે અને દર્શકોમાં તે ઘણી જ લોકપ્રિય છે. સૌથી સારી વાત એ છે કે આ સીરિયલના તમામ કલાકારો પરિવારની જેમ એકબીજાની સાથે રહે છે. વાસ્તવમાં આટલા વર્ષોથી સાથે કામ કરવાને કારણે કલાકારોની વચ્ચે પરિવાર જેવા સંબંધો બંધાઈ ગયા છે. આટલું જ નહીં બધાને એકબીજાની સારી ને ખરાબ આદતો પણ ખબર પડી ગઈ છે.

હાલમાં જ જેઠાલાલ બનતા દિલીપ જોષીએ કહ્યું હતું કે અમિત ભટ્ટ એટલે કે ચંપકચાચા તથા તન્મય વેકરિયા (બાઘા) બધાની મજાક કરવામાં સહેજ પણ શરમાતા નથી. સેટ પર તેઓ બધાની જ મજાક કરતા રહેતા હોય છે.

હાલમાં જ એક યુ ટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જેઠાલાલે સીરિયલના સેટની એક ખાસ વાત કહી હતી. જેઠાલાલના મતે, અમિત ભટ્ટ એટલે કે ચંપકલાલ સેટ પર સમય કરતાં હંમેશાં વહેલા આવી જાય છે. આટલું જ નહીં ગુરુચરણ સિંહ સોઢી (જૂનો સોઢી) સેટ પર સૌથી હસમુખો સ્વભાવ ધરાવતો એક્ટર હતો.

વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે શરદ સાંકલા એટલે કે અબ્દુલ હંમેશાં ફરતા રામ હોય. ઘણીવાર એવું બને કે અબ્દુલનો શોટ હોય અને સેટ પર તે જ હાજર ના હોય. પછી આખી ટીમ તેને શોધવામાં વ્યસ્ત બની જતી હોય છે.

હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અંગે વાત કરતાં જેઠાલાલે કહ્યું હતું કે વેબ સીરિઝમાં ગાળો બહુ જ ખરાબ રીતે બોલવામાં આવે છે. જે વાત સીધી રીતે કહી શકાય હોય તેમાં પણ ગાળો મૂકવામાં આવે છે. તેમને ખબર નથી પડતી કે શા માટે આવા ગંદા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકપૂરજી, ઋષિકેષ મુખર્જી, શ્યાન બેનેગલજી જેવા લિજેન્ડ્સે ગાળોનો ઉપયોગ કર્યા વગર કમાલનું કામ કર્યું છે.

You cannot copy content of this page