Only Gujarat

Bollywood FEATURED

શું તમે જાણો છો, બોલિવૂડની આ હસ્તી ભારતમાં નહીં પણ વિદેશમાં છે જન્મેલી ?

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ દેશ અને દુનિયાના કલાકારોનું દિલ ખોલીને સ્વાગત કરે છે. ઓટીટી પ્લેટફોર્મના વધતા પ્રભાવ અને વેબ સીરિઝનું વધી રહેલી ડિમાન્ડે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તરફ ઘણાં વિદેશ કલાકારોને પણ આકર્ષિત કર્યાં છે. પરંતુ આ બધાંની વચ્ચે તને એ વાત જાણીને હેરાન થશો કે બોલિવૂડમાં કામ કરનાર ઘણાં સેલેબ્સ ઈન્ડિયામાં જન્મ્યા નથી. એટલે જ નહીં ઘણાં સેલેબ્સની પાસે તો વિદેશી પાસપોર્ટ પણ છે .

1) હવે અક્ષય કુમારની જ વાતો કરો. અક્ષય કુમારનો જન્મ ભારતમાં થયો છે પરંતુ તેની પાસે કેનેડિયન નાગરિકતા છે. આજે અમે તમને જણાવીએ છીએ કે, ઘણાં એવા કલાકારો વિશે કે જેમને જન્મ ઈન્ડિયામાં થયો જ નથી.

2) કૈટરિના કૈફ: કેટરિના કૈફનો જન્મ 1983માં હોંગ-કોંગમાં થયો હતો. તેના માતા-પિતા બ્રિટિશ નાગરિક છે. પિતા કશ્મીરી મૂળના છે. તેના પિતા નાનપણમાં જ પોતાના પરિવારથી અલગ થઈ ગયા હતા. કેટરિનાની દેખરેખ તેની માતાએ સિંગલ મધરના રૂપમાં કરી હતી.

3) દીપિકા પાદૂકોણ: અભિનેત્રી દીપિકા પાદૂકોણ ભારતમાં નહીં પરંતુ કોપનહેગનમાં જન્મી છે. તે વિદેશી મૂળની નથી પરંતુ તેનો જન્મ વિદેશમાં આ માટે થયો હતો કે તેના પિતા પ્રકાશ પાદુકોણ તે સમયે લાંબા સમય માટે ટ્રેનિંગ પોગ્રામમાં ભાગ લેવા વિદેશ ગયા હતાં.

4) ઈમરાન ખાન: આમિર ખાનનો ભત્રીજો ઈમરાન ખાનનો જન્મ યુનાઈટેડ સ્ટેટમાં થયો હતો. માતા-પિતાના ડિવોર્સ બાદ ઈમરાન મુંબઈમાં આવી ગયો હતો.

5) આલિયા ભટ્ટ: અભિનેત્રી આલિયા ભટ્ટનો જન્મ લંડનમાં થયો હતો. તેની માતા સોની રાજદાનની પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેવી જ રીતે આલિયાની પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ છે.

6) હેલન: બોલિવૂડ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવર પહેલી અભિનેત્રી હેલનનો જન્મ 1983માં યાંગૂન, મ્યાનમાર થયો હતો. તેણે 1958માં ફિલ્મ હાવડા બ્રિજથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

You cannot copy content of this page