Only Gujarat

FEATURED National

14 વર્ષની ઉંમરમાં થઈ ગયો પ્રેમ, 19 વર્ષે કરી લગ્નની જીદ પણ પ્રેમીએ તો ચોખ્ખી….!

જાલંધરઃ પ્રેમમાં માણસને કોઈપણ ભોગે પોતાના પાર્ટનરે મેળવવાની ધૂન લાગેલી હોય છે. જાલંધરમાં પણ કંઈક એવી જ ઘટના બની હતી. અહીં 19 વર્ષીય યુવતીને 5 વર્ષ અગાઉ પ્રેમ થયો હતો. ત્યારે તે 14 વર્ષની હતી તેથી પ્રેમી લગ્ન માટે તેની વયને કારણ ગણાવી ટાળી દેતો હતો.

જોકે હવે યુવતી 19 વર્ષની થઈ ગઈ છે ત્યારે પ્રેમી હવે લગ્ન કરવાથી ભાગી રહ્યો છે. તેથી યુવતીએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી યુવક કોઈ નિર્ણય નથી લેતો ત્યાં સુધી તે ધરણા બંધ કરશે નહીં. આ વિચિત્ર ધરણા પ્રદર્શન દાનિશમંદા વસ્તીના રસીલા નગરમાં ચાલી રહ્યું છે.

સ્કૂલના સમયથી ચાલી રહી છે આ લવ સ્ટોરીઃ યુવતીએ જણાવ્યું કે, તેની લવ સ્ટોરી સ્કૂલ સમયથી ચાલી રહી છે. હવે યુવકના પરિવારજનો કહે છે કે, યુવકને શોધી લે તો કરી લેજે લગ્ન. યુવતીએ જણાવ્યું કે, તે પ્રેમીને લગ્ન કરવાનું કહે છે તો તે વાત ટાળતો રહે છે. યુવતીએ બુધવાર (22 જુલાઈ)એ આ સંબંધે પોલીસ ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. યુવતી અગાઉ પણ ધરણા પર બેસી ચૂકી છે, ત્યારે યુવકના પરિવારજનોએ તેને મારીને ભગાડી દીધી હતી. પરંતુ આ વખતે યુવતીએ નિર્ણય કર્યો કે તે કોઈપણ કાળે ત્યાંથી હટશે નહીં.

You cannot copy content of this page