પિતા ઘરની બહાર નીકળતાં હતાં ત્યારે જ બની ચોંકાવનારી દુર્ઘટના, જાણી રૂંવાડા ઉભા થઈ જશે

ઋુષિકેશઃ ઋૃષિકેષ-ગંગોત્રી નેશનલ હાઈવે પર હિંડોલાખાલમાં ઓલ વેધર રોડનો ભારે ભરખમ હિસ્સો તૂટીને એક 2 માળના મકાન પર પડ્યો. જે રૂમમાં 3 ભાઈ-બહેન સુઈ રહ્યાં હતા તેમનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. આ સાથે જ દુર્ઘટનામાં તેમના પિતા ધર્મ સિંહ પણ સામેલ હતા. રક્ષા બંધન અગાઉ જ ત્રણેય ભાઈ-બહેનનું દર્દનાક મોત થતા ઘરમાં માતમનો માહોલ છવાયો હતો.

પરિવારજનોએ બુમો પાડી લોકોને મદદ માટે બોલાવ્યા. ગામના લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરી. ઘટના સ્થળે એસડીઆરએફની ટીમે કાટમાળમાંથી 3 ભાઈ-બહેનના મૃતદેહ નીકાળ્યા હતા. મૃતકોમાં ધર્મ સિંહના 2 બાળકો અને તેમના સાઢુ ભાઈની દીકરી સામેલ હતી. શુક્રવારે 3.30 કલાકે ખેડાગાડ ગામના ધર્મ સિંહ ઘરની બહાર શૌચાલય જવા નીકળ્યા ત્યારે ઓલવેધર રોડનો અમુક હિસ્સો ઘરની ઉપર પડ્યો હતો.

આ સમયે ઘરમાં સુતા ત્રણેય ભાઈ-બહેનને બહાર નીકળવાની તક મળી નહીં અને અમુક ક્ષણમાં જ ધર્મ સિંહ નેગીના દીકરા અંકિત (18) અને દીકરી વિનીતા (25)ની સાથે સાઢૂ ભાઈ કમલ સિંહની દીકરી નીલમ (18) કાટમાળ નીચે દબાઈ મૃત્યુ પામ્યા.

આ દુર્ઘટના સમયે ઘરની પાસે જ હોવાના કારણે ધર્મ સિંહ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી આઘાત પામેલા ધર્મ સિંહને સ્થિતિ સમજાતા જ તેમણે મદદ માટે બુમો પાડી હતી. જે સાંભળી ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ 5 વાગ્યા સુધીમાં પોલીસ, ફાયર બ્રિગે, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલા કૃષિ મંત્રી સુબોધ ઉનિયાલે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી પરિવારને સાંત્વના આપી અને શક્ય તમામ મદદનો વાયદો કર્યો હતો.