Only Gujarat

National

3 સંતાનોની મા કરતી હતી ચેટ, પતિએ અનેકવાર તોડ્યો મોબાઈલ અને એક દિવસ..

આગ્રાઃ આગ્રાના કોતવાલી વિસ્તારમાં રહેતી રેખા તથા તેના બાળકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હવે પોલીસને આ કેસમાં સનસનાટી ભરી માહિતી મળી છે. પોલીસે રેખાના જીવન અંગે વિગતે તપાસ કરી હતી અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસને ખ્યાલ આવ્યો કે રેખાએ ફેસબુક પર સના ખાનના નામથી ફેસબુક આઈડી બનાવ્યું હતું. ફેસબુક પર રામપુરના જૈનુદ સાથે મિત્રતા થઈ હતી. પતિને આ અંગે ખબર પડી હતી અને ઘરમાં વિવાદ થતાં વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી. રેખાએ અઢી વર્ષ પહેલાં પરિવારને પતિ સાથે ડિવોર્સ લેવાના નિર્ણય અંગે જણાવ્યું હતું. રેખાની વાત પર પરિવારે પંચાયત તથા બાળકોની દેખરેખનું કહેવાનું કહીને નિર્ણય બદલવાનો કહ્યો હતો. જોકે, રેખાએ કોઈની વાત માની નહીં.

ઉલ્લેખનીય છે કે કોતવાલી વિસ્તારના કૂંચા સાધુરામ મહોલ્લામાં રહેતી રેખા રાઠોડ તથા તેના દીકરા વંશ, પારસ તથા દીકરી માહીની ડેડબોડી ગુરુવાર 22 જુલાઈના રોજ ઘરમાં મળી આવી હતી. આ હત્યાકાંડથી રેખાની આસપાસ રહેતા લોકો ડરી ગયા હતા. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

પોલીસે રેખા રાઠોડની કોલ ડિટેલ ચેક કરી હતી, જેમાં રેખાની મિત્રતા દિલ્હીની પ્રીતિ સાથે હતી. પોલીસે પ્રીતિ સાથે વાત કરી હતી, જેમાં ખ્યાલ આવ્યો કે પ્રીતિના કહેવાથી રેખાએ ફેસબુક પર સના ખાનના નામથી અકાઉન્ટ બનાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી રેખાની મિત્રતા રામપુરના જૈનુદ સાથે થઈ હતી. જૈનુદ વેપારી છે. તે જૂના વાહન ખરીદે છે. ફેસબુક પર ચેટિંગ બાદ બંનેએ એકબીજાનો નંબર લીધો હતો. વાતચીત શરૂ થઈ હતી. રેખા તથા જૈનુદ વચ્ચે મોબાઈલ પર વાત થતાં પતિ સુનીલે ઝઘડો કર્યો હતો. વાત એટલી વધી ગઈ કે પતિએ અનેકવાર રેખાનો મોબાઈલ તોડી નાખ્યો હતો.

પોલીસને આ માહિતી કિટ્ટુ શર્મા તથા સત્યેન્દ્ર યાદવ સાથેની પૂછપરછ દરમિયાન મળી હતી. પોલીસે જૈનુદની પણ અટકાયત કરી હતી. બુધવાર, 21 જુલાઈના રોજ રેખા સાથે તેણે 12 વાગ વાત કરી હતી. રેખાએ એવું કહ્યું હતું કે તે ન્હાવા જાય છે. ત્યારબાદ પૂજા કરશે. બપોરે એક વાગે ફોન કર્યો તો તેણે રિસીવ કર્યો નહોતો. મોબાઈલ પર રિંગ જ જતી હતી. બે વાગે પણ ફોન કર્યો, પરંતુ મોબાઈલ બંધ હતો. ચિંતા થઈ હતી. તેણે કિ

સત્યેન્દ્રે કહ્યું હતું કે તેણે બાળકોની લાશ જોઈ હતી. હવે પોલીસે સવાલ કર્યો કે તેણે કેમ પોલીસને માહિતી ના આપે. તેની પાસે આનો કોઈ જવાબ નહોતો. હવે પોલીસ પ્રીતિની તલાશ કરે છે. તે ગાઝિયાબાદ હોવાની માહિતી પોલીસને મળી છે. પોલીસની પૂછપરછમાં એ વાત સામે આવી કે રેખા અવારનવાર જૈનુદને મળવા રામપુર જતી હતી. બાળકોને ભોજન આપીને જતી હતી. ઘરને બહારથી તાળું મારીને જતી. ઘરની દેખરેખ રાખવાનું સત્યેન્દ્ર યાદવ તથા કિટ્ટુને કહેતી. તેઓ આવીને બાળકોના હાલચાલ પૂછી લેતા.

પરિવારે ડિવોર્સનો વિરોધ કર્યો હતોઃ પોલીસ પૂછપરછમાં પરિવારે કહ્યું હતું કે રેખાએ અઢી વર્ષ પહેલાં સુનીલ સાથે ડિવોર્સ લેવાની વાત માસા વેદરામ તથા કાકા પ્રમોદને કહી હતી. આ વાત બાદ પરિવાર ભેગો થઈ ગયો હતો. પરિવારે લગ્નના 13 વર્ષ બાદ ડિવોર્સ પર વિરોધ પ્રગટ કર્યો હતો. પરિવારે કહ્યું હતું કે જો તે ડિવોર્સ લેશે તો પરિવારનું શું થશે. બાળકોની દેખરેખ કોણ રાખશે. જોકે, રેખાએ પોતાનો નિર્ણય બદલ્યો નહોતો. તે એક જ વાત કરતી હતી કે હવે તે સુનીલ સાથે રહેશે નહીં. રેખાએ ડિવોર્સ લેતા પરિવાર નારાજ થઈ ગયો હતો અને તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. ભાગ્યે જ ફોન પર વાત થતી હતી.

You cannot copy content of this page