રૂંવાડા ઉભા કરી દેતી ઘટના, મોટી બહેને ખુદ પોતાની નાની બહેન પર ગેંગ રેપ કરાવ્યો

સગી બહેન પોતાની નાની બહેન પર ગેંગરેપ કરાવીને હત્યા કરાવે તે વાત સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે, પરંતુ આ સત્ય ઘટના છે. મોટી બહેનના લવઅફેરની જાણ નાની બહેનને થઈ ગઈ હતી. આ વાતની જાણ તેણે પરિવારને કરી દીધી હતી. આનો બદલો લેવા માટે મોટી બહેને હિચકારું કૃત્ય આચર્યું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની છે. મોટી બહેનના અફેરની જાણ પરિવારને થતાં તેને ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી. તેનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. આ વાતથી મોટી બહેન ગુસ્સામાં હતી. તેણે નાની બહેનને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે મોટી બહેન, પ્રેમી તથા પાંચ હત્યારાની ધરપકડ કરી છે.

આરોપી મોટી બહેનની ઉંમર 22 વર્ષની છે. નાની બહેન 16 વર્ષની છે. બંને અભ્યાસ કરે છે. ઘરમાં નાનો ભાઈ પણ છે. પિતા ખેડૂત ને માતા ગૃહિણી છે. મોટી બહેન, નાની બહેન સાથે સાંજે ફરવા નીકળી હતી. તેણે પોતાના પ્રેમી ને પાંચ મિત્રોને પહેલેથી જ ખેતરમાં બોલાવીને રાખ્યા હતા. જ્યારે બંને ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ નાની બહેનને પકડી લીધી હતી. વારાફરતી પાંચ લોકોએ તેની પર રેપ કર્યો હતો. વિરોધ કર્યો તો છોકરીને માર મારવામાં આવ્યો હતો. પ્રેમી નજર રાખતો હતો. રેપ કર્યા બાદ આરોપીઓએ ગળું દબાવીને મારી નાખી હતી.

પોલીસથી ડરી ગઈઃ બહેનની હત્યા થયા બાદ મોટી બહેન ઘરે આવી ગઈ હતી. પરિવારે નાની બહેન વિશે પૂછ્યું તો કંઈ ખબર ના હોવાની વાત કરી હતી. થોડીવાર બાદ પરિવારે ફરી પૂછ્યું તો તેણે એવો ઉડાઉ જવાબ આપ્યો કે તે તેની સાથે ઘરેથી નીકળી હતી, પરંતુ ઘરે પરત ફરી નથી. પરિવારને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં મોટી બહેને બધી વાત કહી દીધી હતી.

નાની દીકરીનાં કપડાં મળ્યાંઃ પોલીસ પરિવાર સાથે ખેતરમાં આવી હતી. શોધખોળ બાદ નાની બહેનની લાશ મળી આવી હતી. મોટી બહેને કહેલા છ લોકો (પાંચ મિત્રો ને એક પ્રેમી)ની ધરપકડ કરવામાં આવી હતી. મોટી બહેન પણ જેલમાં મોકલવામાં આવી છે. પોલીસને ઘટનાસ્થળથી નાની બહેનના કપડાં મળ્યા છે.

પોક્સો એક્ટ હેઠળ કેસઃ પોલીસે કહ્યું હતું કે પિતાની ફરિયાદના આધારે ગેંગરેપ તથા હત્યાનો કેસ કરવામાં આવ્યો છે. તમામ આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓ પર પોક્સ એક્ટ પણ લગાવવામાં આવ્યો છે.