Only Gujarat

National

લેડી કમાન્ડો સુનૈના પટેલે સાત મહિના સુધી છુપાવી હતી પ્રેગ્નન્સીની વાત, આ હતું કારણ

બસ્તર : ગર્ભવતી સ્ત્રીને ભારે કામ ન કરવાની ડોક્ટર સલાહ આપે છે. વજન ઉઠાવવું ભારે કામ કરવું આ સમયમાં હિતાવહ નથી હોતું. પરંતુ આ લેડી કમાન્ડો ગર્ભવતી હોવા છતાં પણ એકે -47 રાઇફલ લઇને બસ્તરના જંગલોમાં પેટ્રોલિંગ કરતી રહી. જી હાં, વાત થઇ રહી છે. દંતેશ્વરી ફાઇટર્સની કમાન્ડો સુનૈના પટેલની. જે હવે એક બાળકની માતા બની ગઇ છે. સુનૈના પટેલે એક દીકરીને જન્મ આપ્યો છે.


તેમણે જણાવ્યું હતું કે, તે પહેલાથી તેમની ફરજને વફાદારી અને નિષ્ઠાથી નિભાવી રહી છે અને હવે મા બન્યા બાદ પણ તે પહેલા જેવા જુસ્સાથી જ કામ કરતી રહેશે. સુનૈના ગર્ભવતી હોવા છતાં પણ સાત મહિના સુધી પેટ્રોલિંગ કરતી રહી. એસપી ડો. અભિનવ પલ્લવે સુનૈનાની કાર્યનિષ્ઠાને બિરદાવી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ ન હતી કે સુનૈનાને પ્રેગ્નન્ટ છે. જ્યારે જાણ થઇ ત્યારે એસપી ડો. અભિનવ પલ્લે તેના સાહસ અને હિમતને સલામ કરી અને તેમને ફિલ્ડ ડ્યૂટીથી મુક્તિ આપી. એસપી અભિનવ પલ્લવે જણાવ્યું કે, આજ લોકો પોલીસ ફોર્સની સાચી શક્તિ છે. જે દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવે છે. તો આવો જાણીએ આ રિયલ મર્દાનીની પુરી કહાણી…

કમાન્ડો સુનૈના પર કામનું કોઇ પ્રેશર ન હતું તેમણે આ સ્થિતિમાં સ્વેચ્છાએ કામ કર્યું. તેમણે તેમની ડ્યૂટીને ક્યારેય બોજ નથી માની. તે કહે છે કે., ” પોલીસની વર્દી પહેર્યો બાદ જોશ, જુસ્સા અને ઇમાનદારીથી ફરજ નિભાવવી જોઇએ. બસ્તરમાં મે 2019માં દંતેશ્વરી ફાઇટર્સની રચના કરાઈ હતી. આ ફોર્સમાં મહિલા પોલીસની સાથે સરન્ડર કરનાર નક્સલી મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દંતેશ્વરી ફાઇટર્સમાં 30 લેડી કમાન્ડો છે. આ ટીમ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડસ (ડીઆરજી) હેઠળ કામ કરે છે. આ ફોર્સમાં સામેલ થવા માટે ખૂબ જ આકરી ટ્રેનિંગ લેવી પડે છે. આ ટીમને લીડ કરે છે કમાન્ડો સુનૈના પટેલ.

આ ટીમની કમાન સંભાળ્યાના થોડા મહિના બાદ જ સુનૈના પ્રેગ્નન્ટ હતી જો કે તેમણે આ વાત તેમના અધિકારીઓને ન જણાવી. સુનૈનાએ જણાવ્યું કે., તે તેમનું ઓપરેશન અધુરૂ મુકવા ન હતી માંગતી, તેમણે જણાવ્યું કે, મે જોયું છે કે, લોકો ગામડામાં કેવી જિંદગી વિતાવે છે. તે અસહાય, બીમાર લોકોને અમારી જરૂર છે. તેથી જ આ વાત કોઇને જણાવ્યાં વિના ડ્યૂટી કરતી રહી. જો કે આ સમય દરમિયાન મેં મારૂં અને મારા બાળકના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.

સુનૈનાએ જણાવ્યું કે તે પેટ્રોલિંગ દરમિયાન એવા છેવાડાના ગામમાં પહોંચતા જ્યાં સામાન્ય રીતે કોઇ નથી જતું. આવા ગામડા સુધી પહોંચવા માટે નદીનાળા અને પહાડોને પાર કરવા પડે છે. આ સાથે આ ગાઢ જંગલમાં નક્સલીઓનો ખતરો પણ હોય છે. આ બધી જ પરિસ્થિતિમાં કમાન્ડો એકે-47 રાઇફલની સાથે ખભા પર દવાઓ અને અનેક જરૂરી ચીજવસ્તુઓની 25 કિલોની બેગનો વજન ઉઠાવી ગામના લોકો સુધી પહોંચે છે. આવા છેવાડાના ગામડામાં પહોંચવા માટે કોઇ વાહન નથી મળતુ. ચાલીને જ અહીં પહોંચવું પડે છે.

સૂનૈનાએ પોતે ગર્ભવતી છે તે વાતને અધિકારીઓથી છુપાવી હતી. તેમનું કહેવું છે કે, જો તે વાત જણાવી દેત તો તેમને ફિલ્ડ ડ્યુટી પર જવા દેવામાં ન આવત. તે આ મિશનને અધુરૂ છોડવા ન હતી માંગતી. તેમણે જણાવ્યું કે., આ વાત ફક્ત મારા પતિને જણાવી હતી. તેમને પણ મને હંમેશા સપોર્ટ કર્યો છે. જો કે સાત મહિના બાદ સુનૈની પ્રેગ્નન્સીની જાણ તેના અધિકારીઓને થઇ તો સાત મહિના બાદ બાળક અને સુનૈની તબિયતનો વિચાર કરતા તેમને ફિલ્ડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી. હતી જો કે તે બાળકના જન્મ બાદ તરત જ ફિલ્ડ ડ્યૂટી કરવા જ ઇચ્છે છે.

ડીઆરજીની પ્રભારી ડીએસપી શિલ્પાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સુનૈના જેવી કમાન્ડો જ દંતેશ્વરી ફાઇટર્સ જાન-શાન છે. તેના કારણે જ અમે અમારા ઓપરેશનને સફળતાથી પાર પાડી શકીએ છીએ.જ્યારે નકસલીઓના ગઢમાં ડીઆરજીની ટીમને મોકલવામાં આવી હતી ત્યારે ,સુનૈના 45 દિવસ સુધી ગાઢ જંગલમાં તેની ટીમ સાથે રહી હતી.


આ કમાન્ડો નક્સલીઓ સાથે લડત આપવાની સાથે ગામમાં હેલ્થ કેમ્પ પણ ચલાવીને પણ ગામના લોકોની મદદ કરે છે. નક્સલીઓની ઉશ્કેરણીથી પણ લોકોને બચાવવું કામ દંતેશ્વરી ફાઇર્સ કરે છે. લેડી કમાન્ડો બે પ્રકારની ફરજ નિભાવે છે. એક તો નક્સલીઓ સામે લડત આપે છે. તો બીજું ગામના લોકોની દરેક રીતે મદદ કરે છે.

You cannot copy content of this page