Only Gujarat

FEATURED National

ભારતના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: કોવિડ-19ના એક ‘ખાસ’ વાયરસની કરી ઓળખ

હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુયર એન્ડ મોલીક્યુલર બાયોલોજીના વિજ્ઞાનિકોએ ભારતમાં સંક્રમિત લોકોમાં હાલના કોરોના વાયરસમાં એક ખાસ લક્ષણની ઓળખ કરી લીધી છે. વિજ્ઞાનિકોએ તેને ક્લેડ A3i નામ આપ્યું છે અને તે ભારતમાં સિક્વેન્સ કરવામાં આવેલા જીનોમના 41 ટકા સેમ્પલમાં મળી આવ્યું છે. આ દક્ષિણી રાજ્યો તામિલનાડુ અને તેલંગણામાં વધુ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાનિકોએ 64 જીનોમનો અનુક્રમ તૈયાર કર્યો છે.

સીસીએમબીએ ટ્વીટ કરી લખ્યું કે ભારતમાં સાર્સ કોવ2ના પ્રસાર માટે જીનોમ એનાલિસિસ પર ખાસ શોધનું પરિણામ જણાવે છે કે વાયરસની આબાદીનું એક ખાસ ક્લસ્ટર સામે આવ્યું છે જે અંગે હજુ સુધી જાણ થઇ ન હતી. પરંતુ ભારતમાં તેની માત્રા વધુ છે. તેલંગણા અને તામિલનાડુ રાજ્યોમાં આ પ્રકારના સમુહ વધુ જોવા મળી રહ્યાં છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું કે વિજ્ઞાનિકોનું અનુમાન છે કે ફેબ્રુઆરી 2020માં પ્રસાર દરમિયાન વાયરસના આ ક્લસ્ટરનો જન્મ થયો હશે અને તે ભારતમાં ફેલાયો હશે. કોવિડ-19 વાયરસના ભારતના તમામ જીન સેમ્પલમાં 41 ટકા સેમ્પલમાં તેની પુષ્ટી થઇ છે અને સમગ્ર દુનિયાની વાત કરીએ તો 3.2 ટકા સેમ્પલમાં તે મળી આવ્યું છે.

સીસીએમબી પ્રયોગશાળા વિજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) અંતર્ગત આવે છે. સીસીએમબીના નિર્દેશક અને આ અધ્યયનના સહ લેખક રાકેશ મિશ્રાએ કહ્યું કે તેલંગણા અને તામિલનાડુના મોટાભાગના સેમ્પલ વાયરસના આ નવા ક્લસ્ટર એટલે કે ક્લેટ A3iથી મળી આવે છે.

 

You cannot copy content of this page