Only Gujarat

National

આ ભેંસની કિંમત જાણી ભલભલાના ઉડી જશે હોંશ, રોજ આપે છે 15 લિટર દૂધ

Hariyana Buffalo price: હરિયાણામાં ભેંસોની કિંમત ટોયોટા ફોર્ચ્યૂનર કારથી પણ વધારે હોય છે. ભિવાનીના જુઈ ગામના રહેવાસી સંજયની આ ભેંસ ફક્ત ત્રણ વર્ષની છે. તેમણે આ ભેંસને દીકરાની માફક ઉછેરી છે અને તેનું નામ ધર્મા રાખ્યું છે. ધર્મા ભેંસ ફક્ત ત્રણ વર્ષની ઉંમરે બચ્ચાને જન્મ આપ્યો છે અને તે દરરોજનું 15 લિટર દૂધ આપે છે.

આજકાલ તો હરિયાણામાં ફોર્ચ્યૂનર અને થાર જેવી ગાડીઓનું ખૂબ ચલણ વધ્યુ છે. લોકો લાખો રુપિયા ખર્ચ કરીને ગાડીઓ લાવી પોતાની શાન સમજે છે. જો કે, સંજયની ભેંસ ફોર્ચ્યૂનર અને થારને પણ માત આપે છે. ધર્માની ખૂબ મોટી કિંમત લાગી ચુકી છે.

જો કે તેઓ ધર્માને વેચવા માંગતા નથી. ધર્માની જે કિંમત લાગી રહી છે, તેમાં તો ફોર્ચ્યૂનર અને થાર જેવી ગાડીઓ આવી જાય. સંજયે જણાવ્યું છે કે, ધર્માની થોડા દિવસ પહેલા 46 લાખ રૂપિયાની કિંમત લાગી ચુકી છે. પણ તેઓ આ ભેંસને ઓછામાં ઓછા 61 લાખ રૂપિયામાં વેચવા માંગે છે. જો આવું થાય તો ધર્માની કિંમતમાં બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય.

સંજયના જણાવ્યા અનુસાર, ધર્માને જન્મથી જ લીલો ચારો, સારામાં સારા દાણા અને ઠંડીમાં દરરોજ 40 કિલો ગાજર ખવડાવીએ છીએ. તેની દેખરેખમાં આખો દિવસ નીકળી જાય છે. સાથે જ જણાવ્યું કે, ધર્મા સુંદર છે એટલા માટે આજુબાજુના જિલ્લામાં અને પંજાબ તથા યુપીમાં સુંદરતાના કેટલાય એવોર્ડ જીત્યા છે.

માલિક સંજય જ નહીં પણ પશુ ડોક્ટર રિતિક પણ ધર્માના વખાણ કરતા થાકતા નથી. તેમણે કહ્યું કે, સુંદરતામાં તે ભેંસોની રાણી છે. આ ભેંસ હાથીના બચ્ચા જેવી છે. તેમના જણાવ્યા અનુસાર, આ ભેંસ સુંદરતા અને નસ્લના હિસાબે હરિયાણામાં સૌથી શાનદાર છે. તેમણે કહ્યું કે, ધર્મા ભેંસ 61 લાખ નહીં પણ તેનાથી પણ વધારે કિંમતમાં વેચાશે.

You cannot copy content of this page