Only Gujarat

Gujarat

સુરતમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો, એકસાથે 7 લોકોની અંતિમયાત્રા નીકળતાં આખો વિસ્તાર હિબકે ચઢ્યો

શનિવારે સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. એક જ પરિવારના 7 સભ્યોના આપઘાત બાદ મૃતક મનીષ સોલંકીની સુસાઈડ નોટ મળી આવી હતી. આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું છે કે, મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જોકે, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટમાં રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સામૂહિક આપઘાતમાં પરિવારના 7 સભ્યોની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જકાતનાકા પાસે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જોકે એક સાથે 7 લોકોના મોતથી વિસ્તારના લોકો હિબકે ચઢ્યું હતાં. પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ જોડાયા હતાં જ્યારે સગા-સંબંધીઓના હૈયાફાટ રૂદન વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી.

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામૂહિક આઘાતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના સાત સભ્યોના મોતના પગલે સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો જ્યાંથી પોલીસ અધિકારીને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઈડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે વ્યક્તિગત તરીકે નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. મૃતક યુવક ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલ હતો જ્યારે પરિવારમાં પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા હતા. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-ટુ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ ફ્લેટમાં રહેતા મનીષ કનુભાઈ સોલંકી વ્યવસાયે પ્લાયવુડમાંથી ફર્નિચર બનાવવાના ધંધા સાથે સંકળાયેલા હતા. મનીષભાઈ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ગઇકાલે પરિવારના તમામ સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણકારી બિલ્ડીંગના લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં રાંદેર અડાજણ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થળ પર તપાસ કરતા મનીષભાઈ સોલંકી પંખા સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે પત્ની રીટા, માતા શોભના, પિતા કનુભાઈ અને સંતાનમાં દિશા, કાવ્યા અને કુશલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે લોકોના ઝેરી દવા ગટગટાવાના કારણે મોત થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

વધુમાં પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ કોઈ વ્યક્તિગત રીતે નામનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. બીજી તરફ પોલીસે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આપઘાત કરતા પહેલાંની સુસાઇડ નોટ મળી

આ કેસમાં પોલીસને દોઢ પાનાની સુસાઈડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં મૃતક મનિષ સોલંકીએ નીચે જણાવ્યા પ્રમાણેનું લખ્યું છે.
“પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું”
“રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતા નહિ હોવાનો ઉલ્લેખ કર્યો”
“ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી”
“મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે”
“મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી”
“રિટાબેન તારું ધ્યાન રાખજે”
“ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો”
“જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો”
“અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી”
“જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે”
“કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે”
“જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ”

You cannot copy content of this page