Only Gujarat

Gujarat

ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની ડાયમંડ બિઝનેસમેનની દીકરી સાથે થઈ સગાઈ

ભારતના બીજા સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની રવિવારે(12 માર્ચ) દીવા જૈમિન શાહ સાથે સગાઈ થઈ. સગાઈ સમારોહ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થયો. આ પ્રોગ્રામમાં માત્ર ગાઢ મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા. દીવા સી.દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. જોકે હાલ લગ્નની તારીખ સામે આવી નથી.

જીત અને દીવાની સગાઈને પ્રાઇવેટ રાખવામાં આવી હતી, આથી તેની જાણકારી મોડા સામે આવી. તેમના સગાઈ સમારોહની એક તસવીર સામે આવી છે. કપલ તેમાં પેસ્ટલ ટોનમાં ટ્રેડિશનલ કપડા પહેરેલા નજરે પડે છે. ગૌતમ અદાણીના બે દીકરા છે. મોટા દીકરાનું નામ કરણ અદાણી અને નાના દીકરાનું નામ જીત અદાણી છે. કરણના લગ્ન દેશના પ્રખ્યાત કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની દીકરી પરિધિ સાથે થયા છે.

જણાવી દઈએ કે, દિવા જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના હીરા વેપારી જૈમિન શાહની દીકરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની સગાઈની તસવીરો વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. જીત અને દિયા સેરેમની દરમિયાન એક પારંપરિક ડ્રેસમાં સજ્જ દેખાઈ રહ્યા હતા, જેમા તે બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ એપ્લાઇડ સાયન્સીસમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે 2019માં અદાણી ગ્રુપમાં સામેલ થયો અને વર્તમાનમાં ગ્રુપમાં ફાયનાન્સનો ઉપાધ્યક્ષ છે. તેણે સ્ટ્રેટજિક ફાયનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીને જોતા ગ્રુપ CFOની ઓફિસમાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

અદાણી ગ્રુપની વેબસાઈટ દર્શાવે છે કે, જીત અદાણી એરપોર્ટના કારોબારની સાથોસાથ અદાણી ડિજિટલ લેબ્સનું પણ નેતૃત્વ કરી રહ્યો છે, જે અદાણી ગ્રુપના વ્યવસાયોના તમામ ઉપભોક્તાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક સુપર એપ બનાવવા માટે તૈયાર છે.

દિવા જૈમિન શાહ હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. તે હીરા કંપની સી. દિનેશ એન્ડ કો-પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. આ હીરા કંપની મુંબઈ અને સુરતની બહાર સ્થિત છે. તેની સ્થાપના ચીનૂ દોષી અને દિનેશ શાહે સાથે મળીને કરી હતી. કંપનીમાં જિગર દોષી, અમિત દોષી, યોમેશ શાહ, જૈમિન શાહ નિદેશક રહ્યા છે.

ગૌતમ અદાણીના મોટા દીકરા કરણના લગ્ન સિરિલ શ્રોફની દીકરી પરિધિ શ્રોફ સાથે થયા છે, જે લૉ ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસની મેનેજિંગ પાર્ટનર છે. કરન અદાણી, અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના નિદેશક છે.

You cannot copy content of this page