Only Gujarat

FEATURED Gujarat

પત્નીએ જ પતિને આપી પ્રેમિકા સાથે સંબંધ બાંધવાની છૂટ? કારણ જાણી હચમચી જશો

ગુજરાતના અમદાવાદમાં એક રોચક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલની કોલ રેકોર્ડિંગથી પતિનું અન્ય મહિલા સાથે પ્રેમ પ્રસંગ ઉજાગર થઈ જતા, બચાવમાં પતિએ કહ્યુકે, કોરાના રોગચાળાને કારણે ધંધામાં ખોટ ગઈ હતી અને પ્રેમિકા આર્થિક મદદ કરી રહી છે તો પત્નીએ કહ્યુ, જ્યાં સુધી દેવું ભરાઈ ન જાય ત્યાં સુધી પ્રેમ સંબંધ બનાવી રાખો .

સમાજમાં સામાન્ય રીતે પતિ અને પત્ની વચ્ચે ત્રીજા વ્યક્તિની હાજરી પણ અમાન્ય છે, પરંતુ જ્યારે આ મુદ્દો પ્રેમ સંબંધનો હોય અને પત્ની આ પ્રકારનો કિસ્સો સામે આવ્યા પછી પણ પ્રેમ પ્રણય ચાલુ રાખવાની સલાહ આપીને છોડી દે છે તો તે આશ્ચર્યજનક વાતથી ઓછું નથી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીનાં ઘરની નીચેનાં ફ્લેટમાં રહેતી વિધવા દીપિકા (નામ બદલ્યું છે)ની મિત્રતા ઉપર રહેતી મહિલા સાથે થઈ હતી. ઘરે આવતાની સાથે જ દીપિકા અને મહિલાના પતિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ગયા વર્ષે દીપિકાને નવા ફ્લેટની જરૂર હતી, તો પ્રકાશે તેને નવું મકાન અપાવવામાં મદદ કરી હતી. થોડા દિવસો પછી, જ્યારે પત્નીને તેમની વચ્ચે પ્રેમ સંબંધની શંકા ગઈ, તો તેણી તેના પિયર જઈને રહેવા લાગી હતી. થોડા દિવસો પછી તે તેના પતિએ કોલ કર્યા પછી પાછી ફરી હતી.

પત્નીએ તેના પતિના મોબાઈલ ફોનની કોલ રેકોર્ડિંગ સાંભળી. જ્યારે પત્નીએ જવાબ માંગ્યો, તો પતિએ કહ્યું કે ધંધામાં ઘણું નુકસાન થયું છે અને દીપિકા ધંધાને આર્થિક મદદ કરી રહી છે, જેથી દેવું ચૂકવી શકાય.

આના પર પત્નીએ પણ દેવું ઉતરી ન જાય ત્યાં સુધી પ્રેમ સંબંધ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે જ્યારે દેવું ઉતરી જાય ત્યારે તમારો દીપિકા સાથે કોઈ સંબંધ રહેશે નહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page