Only Gujarat

FEATURED National

બાળક તળાવમાં ગયું હતું માછલી પકડવા પણ મળ્યું કંઈક એવું કે આંખો રહી ગઈ ખુલીની ખુલી!

ખાંડવાઃ મધ્યપ્રદેશના ખંડવા જિલાના એક ગામ આરૂદમાં સોમવારે (11 મે) એક અજીબોગરીબ ઘટના જોવા મળી. એક બાળકે માછલી પકડવા તળાવમાં જાળ ફેંકી તો, જાળમાં માછલીઓ તો ન આવી, પરંતુ 500 અને 2000ની નોટોની થપ્પી હાથમાં આવી. જેની રકમ 20 હજાર આસપાસ છે.

કોરોના સંક્રમણના સમયે નોટોનું બંડલ મળવા છતાં લોકોને ખુશી તો ના મળી, પરંતુ તેનાથી તેમનું ટેન્શન ચોક્કસથી વધ્યું. પોલીસ માટે પણ આ તપાસનો વિષય છે કે, આ તળાવમાં નોટો ફેંકી કોણે? આ પહેલાં થોડા દિવસ પહેલાં આ જ રીતે ખંડવામાં રસ્તા પર પાંચસો-પાંચોની નોટો પડેલી મળી હતી, જેનાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ખંડવા જિલ્લાના પંધાના તાલુકાના આરૂદ ગામમાં સોમવારે (11-મે) ના રોજ આ આશ્ચર્યજનક કિસ્સો જોવા મળ્યો. સવારે સાત વાગે કાલુ માછીમારનો દીકરો તળાવમાં માછલી પકડવા ગયો હતો. તેણે તળાવમાં જાળ ફેંકી. તો જાળમાં માછલીની જગ્યાએ નોટોની થપ્પી ફસાઇ ગઈ. ત્યારબાદ તે ભીની નોટોને સૂકવવા માટે ઘરે લઈ ગયો ત્યારે તેના પિતાને શંકા થઈ કે ક્યાંક આ નોટ નકલી તો નથી? તેણે ગામલોકોને આ વાત જણાવી, તેમણે આની માહિતી પોલીસને આપી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પાંચસો અને બે હજારની નોટોની થપ્પીને સેનેટાઇઝ કરી નોટોનો કબ્જો લઈ લીધો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક બીજી ઘટના ઘટી હતી. સોમવારે (11-મે) એ સવારે છ વાગે તળાવ પાસે એક ટવેરા ગાડી આવીને ઊભી રહી હતી અને તેમાંથી બે લોકો ઊભા રહ્યા હતા. બંને તળાવમાં એક પોટલી ફેંકીને જતા રહ્યા હતા. આ ઘટનાને ગામના જ એક યુવાન ઋષિ કનાડેએ જોઇ હતી, જે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો.

તેણે ઘટનાને સામાન્ય ઘટના સમજી ખાસ ધ્યાન ન આપ્યું, પરંતુ તે પાછો ફર્યો ત્યારે નજારો બદલાઇ ગયેલો હતો. ત્યાં ગામલોકો ભેગા થઈ ગયા હતા. ભેગા થયેલ લોકો નોટોની થપ્પી વિશે વાત કરી રહ્યા હતા. આ નોટો તળાવ ઉપરાંતઆસપાસ ઝાડીઓમાં પણ વિખરાયેલી પડી હતી.

આ રીતે પાંચસો અને બે હજારની નોટો મળવી લોકો માટે ખુશી કરતાં વધારે ચિંતાનો વિષય બન્યો છે. આ દરમિયાન ખંડવામાં પણ રસ્તા પર પાંચસોની કેટલીક નોટો મળી હતી. જેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની આશંકાથી લોકો ગભરાઇ ગયા છે.

આ નોટોને કોણે ફેંકી હતી અને કેમ, તેનો જવાબ હજી સુધી મળી શક્યો નથી. હવે આરૂદ ગામમાં મળેલ આ નોટો પોલીસ માટે પણ એક પડકાર બની ગયો છે. આ નોટોમાંથી કેટલીક નોટોની કીનારીઓ બળેલી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે, આખરે બાબત છે શું? આમાં કોઇની બેદરકારી છે કે, ગુનાહિત કૃત્ય?

પ્રશિક્ષુ ડીએસપી અને પંધાના સ્ટેશન ઈન્ચાર્જ કેતન એચ અડલકે જણાવ્યું કે, સવારે 100 નંબર પર ફોન આવ્યો અને એક જણાવ્યું કે, કોઇ અજાણી ગાડીમાં આવેલા લોકોએ સવારે છ વાગે આસપાસ તળાવ પાસે નોટો ફેંકી છે અને ત્યાંથી જતા રહ્યા. ત્યાં જઈને જોયું તો, તેમાંથી કેટલીક નોટો કીનારીએથી બળેલી હતી. નોટોને સેનિટાઇઝ કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી. ગામલોકોની પૂછપરછ કરી આ બાબતે તપાસ ચાલું છે.

You cannot copy content of this page