Only Gujarat

National

સુરંગોમાંથી પસાર થતાં રોડનો પ્રવાસ રહેશે દિલધડક, બે વર્ષમાં પૂરું થયું કામ

દુનિયાનો સૌથી ખતરનાક રોડમાંથી એક એવો ગલ્હાર-સંસારી માર્ગનું કામ સીમા સંગઠન (બીઆરઓ)ઓ પુરૂ કરી લીધું છે. આ રોડનું નિર્માણ ભારતની મોટી ઉપલબ્ધી માનવામાં આવે છે. કારણ કે રોડ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ કિશ્તવાડ જિલ્લાને હિમાચલ પ્રદેશથી જોડે છે.

સરકારી અધિકારીના જણાવ્યાં મુજબ કિશ્તવાડના સુદુર પદ્દાર વિસ્તારના જુદા-જુદા ગામડાઓને જોડવા માટે આ જનરલ એન્જિયનિરિંગ ફોર્સ (GREF)ની 118 સડક નિર્માણ કંપની દ્વારા આ નવો બાયપાસ બનાવવામાં આવ્યો છે. આ રોડથી એક વર્ષ સુધી બધા જ પ્રકારના વાહન પ્રવાસ કરી શકશે.

એક ઓફિશ્યલ પ્રવક્તાએ રવિવારે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાને હિમાચલ પ્રદેશની સાથે જોડતા ગલ્હાર સંસારી માર્ગનું કામ સીમા સડક સંગઠન દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. તેમણે જણાવ્યું કે, આ નવો રોડ ખતરનાક રોડ કટ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થશે. જેના પર માત્ર હળવા વાહન જ થઇ શકતા હતા.

જીઆરર્ઇએફની પ્રશંસા કરતા જિલ્લા વિકાસ કમિશનર રાજિંદર સિંહ તારાએ જણાવ્યું કે, રોડનું કામ પુરૂ થઇ જવાથી પહાડી વિસ્તારના જિલ્લાના વિકાસ થશે અને સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો પણ મળશે.

તેમણે આ રોડ વિશે વાત કરતા વધુમાં જણાવ્યું કે, આ રોડથી હિમાચલ પ્રદેશના સબ ડિવિઝન અને પાંગી ઘાટીના પ્રવાસન સ્થળોનો પણ વિકાસ થશે. જેના કારણે આ સમગ્ર વિસ્તારનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. આ રોડ પહાડી જિલ્લામાંથી પસાર થાય છે. જેમાં સુરંગ પણ છે. જે પહાડોના મજબૂત પથ્થરોથી જ બનાવવામાં આવી છે. આ રોડનું કામ ઓગસ્ટ 2018માં શરૂ થયું હતું. આ રોડની લંબાઇ 10.925 કિલોમીટર છે. 55.100 થી 58.775 કિલોમીટર સુદી ગલહર સંસારી રોડ નિર્માણનું કામ નિશ્ચિત સમયમાં પૂર્ણ કરી દેવાયું છે.

You cannot copy content of this page