Only Gujarat

National TOP STORIES

કોરોના-સૂર્યગ્રહણ વચ્ચે કનેક્શનનો દાવો: 21 જૂને સૂર્યગ્રહણ પર ખતમ થશે ખતરનાક કોરોના વાયરસ

આખું વિશ્વ કોરોના વાયરસ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે અને હવે લોકો સૂર્ય ગ્રહણ સાથે કોરોના વાયરસને જોડીને પણ જોઈ રહ્યા છે. ચેન્નાઇના એક વૈજ્ઞાનિકે કોરોના વાયરસ અને સૂર્યગ્રહણ વચ્ચેના કનેક્શનનો દાવો કર્યો છે.

એક ANIના અહેવાલ મુજબ ચેન્નાઈના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, કોરોના વાયરસનો પ્રકોપ અને સૂર્યગ્રહણ વચ્ચે સીધો સંબંધ છે જે 26 ડિસેમ્બર,2019નાં રોજ થયો હતો. તેમનો દાવો છે કે 21 જૂને આવતા સૂર્યગ્રહણનાં દિવસે કોરોના વાયરસનો અંત આવશે.

પરમાણું અને પૃથ્વીના વૈજ્ઞાનિક ડો.કે.એલ. સુંદર કૃષ્ણનું કહેવું છે કે, સૂર્યગ્રહણ પછી નીકળતી ઉત્સર્જિત વિખંડન ઉર્જા એટલેકે,(fission energy)ના કારણે પહેલાં ન્યૂટ્રોનનાં ઉત્પરિવર્તિત કણ (mutated partical)નાં સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસ તૂટી ગયો છે.

તેમનો દાવો છે કે કોરોના વાયરસ આપણા જીવનનો નાશ કરવા માટે આવ્યો છે. મારી સમજ મુજબ 26 ડિસેમ્બરના ગ્રહણ પછી, સૌરમંડળના ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, ત્યારબાદ આંતર-ગ્રહોની શક્તિ અને શક્તિના તફાવતને કારણે કોરોના વાયરસ ઉપલા વાતાવરણમાંથી ઉદ્ભવ્યો છે. આ પરિવર્તનને કારણે, કોરોના વાયરસ માટે યોગ્ય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. આ ન્યુટ્રોન સૂર્યની વિખંડન ઉર્જામાંથી નીકળી રહ્યા છે.

તેમણે કહ્યું કે ન્યુક્લિયોનને ન્યુક્લિયર કરવાનું શરૂ કરી દીધુ, ન્યૂક્લિયર બનવાની આ પ્રક્રિયા બાહ્ય સામગ્રીને કારણે શરૂ થઈ હશે, જે ઉપરના વાતાવરણમાં બાયો-અણુઓ અને બાયો-ન્યુક્લિયસના સંપર્કને કારણે હોઈ શકે છે. એટલું જ નહીં, તેઓ માને છે કે બાયો-પરમાણુ બંધારણ (પ્રોટીન) નું પરિવર્તન આ વાયરસનું સંભવિત સ્રોત હોઈ શકે છે.

તેમનો દાવો છે કે 21 જૂનનું સૂર્યગ્રહણ આ વાયરસનો કુદરતી ઉપાય હોઈ શકે છે. તેમણે કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી. આ સૌરમંડળમાં થતી કુદરતી ચળવળ છે. કૃષ્ણે કહ્યું કે સૂર્યગ્રહણ એ એક કુદરતી ઉપાય પણ હોઈ શકે છે જે આપણને આ રોગચાળાથી મુક્તિ આપશે. સૂર્ય કિરણો અને સૂર્યગ્રહણ એ આ વાયરસનો કુદરતી ઉપાય છે. આગામી સૂર્યગ્રહણ વાયરસને અક્ષમ કરી શકે છે.

વૈજ્ઞાનિક ડો.કે.એલ. સુંદરએ એમ પણ કહ્યું હતું કે પરિવર્તનની પ્રક્રિયા સંભવત: ચીનમાં પહેલાં જોવા મળી હતી, જેના કારણે પહેલાં વાયરસ ચીનમાં ફેલાયો હતો અને સૂર્યગ્રહણથી વસ્તુઓ બદલાઇ શકે છે, જોકે કોઈ પુરાવા મળ્યા નથી. તે કોઈ પ્રયોગ અથવા ઇરાદાપૂર્વક કરાયેલાં પ્રયાસનો પ્રકોપ હોઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page