Only Gujarat

FEATURED National

પ્રેમીને જોઈને પતિ સાથે જતી પત્નીએ ચાલુ બાઈકે મારી છલાંગ પછી…..

બિહારના બેગુસરાયમાં એક પરીણિતા પોતાના જૂના પ્રેમીને જોતા જ પતિની બાઇક પરથી કૂદી ગઇ. પત્નીને બાઇક પરથી કૂદતા જોઇ પતિએ પણ બાઇક રોકી તો સમગ્ર મામલો સમજમાં આવી ગયો. ત્યારબાદ પત્ની પોતાના પ્રેમીની સાથે જવા લાગી તો પતિએ વિરોધ શરૂ કરી દીધો. રસ્તા વચ્ચે ઘણા સમય સુધી આ નાટક ચાલતું રહ્યું. ત્યારબાદ પતિ પોતાની પત્નીને લઇને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અહીં પ્રેમી પણ પ્રેમીકા સાથ આપવા પહોંચ્યો. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણેયની પુછપરછ બાદ પત્નીને પતિ તથા તેના સ્વજનો પાસે મોકલી દેવામાં આવી પરંતુ સમગ્ર મામલો ગામ પંચાયત હસ્તક આવી ગયો છે. અહીં પતિ, પત્ની અને વોના વિવાદને ઉકેલવામાં આવશે.

બખરી થાના ક્ષેત્રના શકરપુર નિવાસી મંટૂન ઠાકુરના પુત્ર અરુણ કુમારના લગ્ન 30 જુને 2019ના રોજ ખગડિયા જિલ્લાના રહીમપુરના મથાર દિયારામાં રહેતા સુરેશથની પુત્રી નેહા કુમારી સાથે થયા હતા. વાણંદનું કામ કરતો અરુણ નવ મહિના સુધી પોતાની પત્ની સાથે ગુજરાતમાં જ રહેતો હતો.

લોકડાઉનના શરૂઆતના દિવસોમાં પત્ની પિયરમાં રહી. ક્વોરન્ટાઇન સેન્ટરથી 10 જુને બહાર આવ્યા બાદ તે સાસરિયામાં પહોંચ્યો અને પોતાની પત્નીને ઘરે લઇ આવ્યો. બુધવાર 17 જુને તે ઇશ્વર હોસ્પિટલમાં સારવાર કરાવવા પત્નીને લઇને પહોંચ્યો હતો. આ દરમિયાન પત્નીએ પોતાના ગામના જ પ્રેમી લૂરખ યાદવના પુત્ર કુંદન કુમારને બોલાવી લીધો અને તેને જોતા જ પતિની બાઇક પરથી કૂદી ગઇ.

પ્રેમિકા નેહાએ જણાવ્યું કે તે બે વર્ષથી કુંદનને પ્રેમ કરતી છે. પરિવારજનોને પ્રેમની જાણ હોવા છતા પણ તેના લગ્ન શકરપુરામાં કરાવી દીધઆ. બીજી બાજુ લોકડાઉનમાં ગામમાં રહેતા દરમિયાન બંને ફરી એકવાર જીવવા મરવાની કસમ ખાઇ લીધી અને પતિ પર મારપીટનો આરોપ લગાવી પ્રેમીની સાથે જવાની જીદ શરૂ કરી.

મહિલા થાનાધ્યક્ષ રાજરંજનીએ જણાવ્યું કે યુવતીને પતિ તથા તેના સ્વજનોને સોંપવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશનના એસઆઇ સંજય કુમાર સિંહ, રજની કુમારીએ ત્રણેયની અલગ અલગ પુછપરછ કરી છે.

પતિ અરુણ કુમારે કહ્યું કે ગામમાં પંચોની રાય લઇને હવે નિર્ણય લેવામાં આવશે. પત્ની જો પ્રેમી સાથે રહેવા માગે છે તો તે માટે લેખિતમાં બાંધપત્ર બનાવવામાં આવશે. ત્યારબાદ મહિલાને પોતાના પ્રેમીની સાથે જવાની આઝાદી આપવામાં આવશે.

You cannot copy content of this page