Only Gujarat

Bollywood

કાજોલ નહીં પણ અક્ષય કુમારની Ex ગર્લફ્રેન્ડ હતી અજય દેવગણનો પહેલો પ્રેમ

મુંબઈઃ કાજોલ અને અજય દેવગનના લગ્નજીવનને 21 વર્ષ થઈ ગયા છે. અજય દેવગને બોલિવૂડની ડસ્કી બ્યૂટી કાજોલ સાથે 24 ફેબ્રુઆરી, 1999માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી અજય દેવગન ભલે એક આદર્શ પતિ હોય, પણ તેમના વિશે ઓછા લોકો જાણે છે કે, અજય દેવગનનો પહેલો પ્રેમ કાજોલ નહીં પણ કોઈ બીજું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અજય દેવગનનું ક્યારેક રવિના ટંડન સાથે અફેર હતું. જ્યારે અજયે રવિના સાથે ફિલ્મ ‘દિલવાલે’માં કામ કર્યું હતું. રવિના, અજયના પ્રેમમાં પાગલ હતી. બંનેના અફેરની વાત ખૂબ જ ચર્ચામાં હતી.

અજય, કરીશ્મા કપૂર સાથે ફિલ્મ ‘જિગર’નું પણ શૂટિંગ કરી રહ્યા હતા. આ પછી અજય દેવગનનું રવિના ટંડનને છોડી કરિશ્મા કપૂર સાથે અફેર હતું. આ જોઈ રવિના ટંડન ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાં સુધી કે રવિનાએ સ્યૂસાઇડ કરવોનો પણ પ્રયત્ન કર્યો હતો.

તે સમયે અજય દેવગને એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, રવિના ટંડન દ્વારા કરવામાં આવેલો સ્યૂસાઇડનો પ્રયત્ન માત્ર પબ્લિસિટી સ્ટન્ટ હતો. તે લાઇમલાઇટમાં રહેવા માગતી હતી.

રવીનાએ અજય પર આરોપ લગાવ્યો હતો કે, ‘અજયે તેમને લવ લેટર લખ્યો હતો અને તે તેમને દગો આપી રહ્યા હતાં.’ આ આરોપ પર અજયે જવાબ આપતાં કહ્યું કે, ‘રવિનાને મેન્ટલના ડૉક્ટરની જરૂર છે. તે ન તો ક્યારેય મારી ફ્રેન્ડ હતી અને ન તો મેં તેને ક્યારેય પ્રેમ કર્યો હતો. અજયે તો ત્યાં સુધી કહ્યું કે, ‘રવિના તેના નામથી ખુદ પત્ર લખતી હતી.’

આ પછી અજય દેવગને એક ઇન્ટર્વ્યૂમાં રવિનાને ધમકી આપતાં કહ્યું હતું કે, ‘ જો તે તેના પર આરોપ લગાવવાનું બંધ નહીં કરે તો તેના અનેક રાઝ ખોલી દઈશ.’ આ દરમિયાન રવિના ફિલ્મ ‘મોહરા’ મળી ગઈ અને તે અજયને છોડી અક્ષય કુમાર સાથે રિલેશનશિપમાં આવી ગઈ.

કાજોલ અને અજય દેવગનની પહેલી મુલાકાત ફિલ્મ ‘હલચલ’ના શૂટિંગ પર થઈ હતી. જ્યારે કાજોલ, અજયને પહેલીવાર મળી ત્યારે જોયું કે એક કિનારે એકેલા બેસવું પસંદ નથી. વધઆરે વાતો પણ કરતાં નહોતા. ત્યારે કાજોલને લાગતું હતું કે આવું કેવી રીતે થઈ શકે કે કોઈ વાત ના કરે.

જોકે, ધીરે-દીરે અજય દેવગન અને કાજોલ વાત કરવા લાગ્યા અને તેમની ફ્રેન્ડશિપ થઈ ગઈ. આ ફિલ્મ પછી બંને એક સાથે અનેક ફિલ્મો કરી જે હિટ રહી જેવી કે, ‘ઈશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’, ‘દિલ ક્યા કરે’, ‘રાજૂ ચાચા’ અને ‘યૂ મી ઓર હમ’. સમય સાથએ અજય અને કાજોલનો પ્રેમ વધવા લાગ્યો અને બંનેએ 1999માં લગ્ન કરી લીધા હતા.

સપ્ટેમ્બર 2016નાં કાજોલે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, તેમણે અજય સાથે લગ્ન કેમ કર્યા?, ‘કાજોલે કહ્યું કે તે જિંદગી અને કરિયરમાં સ્થિર થવા માગે છે. તેમના મુજબ, મને કામ કરતાં કરતાં 9 વર્ષ થઈ ગયા હતા. દર વર્ષે 4-5 ફિલ્મ આવી રહી હતી. મારી પાસે બધુ જ હતું, રૂપિયા, નામ અને સફળતા પણ ખુદ માટે સમય નહોતો, ન તો શાંતિ. આ પછી મેં નક્કી કર્યું કે હવે લગ્ન કરીશ.’

અજય દેવગને 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. તે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘પ્યારી બહેના’ (1985)માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે મિથુન ચક્રવર્તીનો યંગ રોલ પ્લે કર્યો હતો. અજય દેવગને લીડ એક્ટર 1991માં ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’થી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેમની સાથે એક્ટ્રસ મધુ જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page