Only Gujarat

Bollywood FEATURED

‘થલાઈવા’ રજનીકાંતે હવે, કોરોનાવાઈરસ સામેની જંગમાં આ રીતે કરી મદદ

ચેન્નઈઃ કોરોનાવાઇરસને લીધે ભારતમાં 3 મે સુધી લૉકડાઉન છે. આ દરમિયાન અનેક ઉદ્યોગ બંધ છે, જેની માઠી અસર વર્કર્સ પર પડી રહી છે. આવી સ્થિતિમાં સેલેબ્રિટી લોકોની મદદે આગળ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત 50 લાખ રૂપિયા દાન કરી ચૂક્યા છે.

તે ફિલ્મ એપ્લોયઝ ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયામાં આ દાન આપી જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, રજનીકાંત સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ એસોસિએશન (નદીગર સંગમ)ના લગભગ 1000 કલાકારોને રાશન આપશે.

કોરોનાના લૉકડાઉનને કારણે અત્યારે ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ બંધ છે. એવામાં સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ એસોસિએશને અનેક કલાકારાને રોજિંદી જરૂરિયાતો સામે ઝઝૂમવું પડે છે.

રજનીકાંતે નદીગર સંગમના 1000 કલાકારોને રાશન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રજનીકાંતે તેમના ફેનક્લબના મેમ્બર્સ પણ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. તે લોકો જરૂરિયાતમંદોને શાકભાજી, ચોખા, દૂધ અને જરૂરી સામાન આપી રહ્યાં છે.

સાઉથના એક્ટર્સની વાત કરીએ તો અત્યાર સુધી પ્રભાસ, ચિરંજીવી, રામચરણ તેજા અને મહેશ બાબૂ જેવા મોટાં સુપરસ્ટાર્સ કોરોના પીડિતોની મદદ માટે આગળ આવી ચૂક્યા છે. કોરોનાવાઇરસની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 23 હજાર કરતાં વધુ છે, 681થી વધુ લોકોનાં કોરોનાથી મોત થયા છે અને 4258થી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page