Only Gujarat

Sports

શું હસ્તમૈથુન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના સામે લડવાની તાકત આવે છે?

અમદાવાદઃ કોરોનાવાઈરસ એટલે કે કોવિડ 19 નું સંક્રમણ દિવસે-દિવસે વધારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેનો ઈલાજ શોધવા દુનિયાભરના રિસર્ચર્સ અને ડોક્ટર્સ મહેનત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક વાત સાબિત થઈ છે કે, જેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂર હોય તેમને કોવિડ 19 વધારે નુકસાન પહોંચાડી શકતો નથી. એટલે હવે લોકો રોગ પ્રતિકારક શક્તો વધારતા ઉપાય શોધવામાં લાગી ગયા છે. તેના ઘણા ઉપાય મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ જણાવવામાં આવી રહ્યા છે.

જોકે, આવું પહેલીવાર નથી થયું કે, લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત કરી રહ્યા હોય. 1918 સ્પેનિશ ફ્લૂ ફેલાયો ત્યારે પણ આવી જ વાતો થતી હતી અને હવે 2020 માં આ સંક્રમણથી બચવાના ઉપાયમાં આ જ સાંભળવા મળે છે. જોકે, આટલાં વર્ષોના મેડિકલ સાયન્સમાં માણસે ઘણી પ્રગતિ કરી છે.

આજકાલ સોશિયલ મીડિયામાં એક એવી અફવા વાયરલ બની છે કે, હસ્તમૈથુનથી બ્લડ સેલ વધે છે, જે ખોટું છે. સાથે-સાથે એવાં ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે, જેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય. ઘણા લોકો તો પ્રો-બાયોટિક્સ લેવાની સલાહ આપે છે. તો કેટલાક લોકો એમ કહે છે કે, ગ્રીન ટી અને લાલ મરચાથી કોવિડ 19 ને નબળો પાડી શકાય છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સુપર ફૂડ એ બજાર દ્વારા ફેલાવવામાં આવેલ અફવા છે. સાયન્સના રિસર્ચમાં એક વાત બહાર આવી છે કે, એવો કોઇ પુરાવો નથી મળ્યો કે, આ રીતે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીની ઈમ્યુનોલિજિસ્ટ અકીકો ઈવાસાકીનું કહેવું છે કે, રોગપ્રતિકારક શક્તિના ત્રણ ભાગ હોય છે, ત્વચા, શ્વસન માર્ગ અને અન્ન નળી. આ ત્રણેય આપણ શરીરમાં કોઇપણ સંક્રમણ રોકવામાં મદદરૂપ છે. જો કોઇ વાયરસ આ ત્રણ અવરોધકોને તોડીને શરીરમાં ઘુસી જાય તો, પછી તે શરીરની કોશિકાઓ સતર્ક થાય છે અને વાયરસ સામે લડવાનું શરૂ કરી દે છે.

જો આટલાથી પણ કામ ના ચાલે તો એડોપ્ટિવ ઈમ્યૂન સિસ્ટમ પોતાનું કામ કરવાનું શરૂ કરી દે છે. તેમાં કોશિકાઓ, પ્રોટીન સેલ અને એન્ટીબોડીનો સમાવેશ થાય છે. શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ ઊભી થવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. એડોપ્ટિવ ઈમ્યૂન સિસ્ટમ કેટલાક ખાસ વાયરસ સામે જ લડી શકે છે.

સામાન્ય ખાંસી, કફ, તાવ, માથાનો દુખાવો આ લક્ષણો કોઇ વાયરસના કારણે થાય છે એવું નથી. આપણા શરીરની એ રોગપ્રતિકારક ક્ષમતાનો ભાગ છે, જે આપણને જન્મથી જ મળે છે. જે આપણા શરીરમાંથી બેક્ટેરિયાને બહાર કાઢે છે. તાવ શરીરમાં વાયરસને ફેલાતો રોકવાનું વાતાવરણ ઊભું કરે છે. એટલે જો કોઇના કહેવાથી રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓ લીધી હોય તો પણ કોઇ ફાયદો થવાનો નથી.

સામાન્ય રીતે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા મલ્ટી વિટામિન સપ્લીમેન્ટ્સ લે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, તેમણે લેવાની જરૂર નથી. વધારાનાં સપ્લીમેન્ટ્સ લેવાની આદત માત્ર સામાન્ય માણસોને જ છે એવું નથી, ઘણા ભણેલા-ગણેલા મોટા માણસોને પણ હોય છે.

મિસાલના બે વાર નોબેલ અવોર્ડ વિજેતા લાઇનસ પોલિંગ તાવ સામે લડવા માટે રોજ 18,000 મિલીગ્રામ વિટામિન સી લેવા લાગ્યા હતા. આ માત્રા તેમના શરીરમાં જરૂર કરતાં 300 ઘણી વધારે હતી. વિટામિન-સી, તાવ સામે લડવામાં ઘણી ઓછી મદદ કરી શકે છે.

આ અંગે માર્કેટમાં ફેલાયેલી વાતો વધારે છે. જાણકારોનું કહેવું છે કે, વિકસિત દેશોમાં જે લોકો સંતુલિત આહાર લે છે, તેમને તેમના ભોજનમાંથી જ પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળી જાય છે. તો વિટામિન-સીનું વધારે પડતું સેવન કરવાથી પથરી થવાની શક્યતા રહે છે.

જાણકારોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી શરીરમાં કોઇપણ વિટામિનની ઊણપ ના સર્જાય ત્યાં સુધી કોઇપણ પ્રકારનાં સપ્લીમેન્ટ્સ લેવાં હાનિકારક નીવડી શકે છે. માત્ર વિટામિન ડીનું સપ્લીમેન્ટ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અકીકા ઈવાસાકીના જણાવ્યા અનુસાર, ઘણા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, વિટામિન-ડીની ઊણપથી શ્વાસ સંબંધિત રોગ થવાની શક્યતા વધી જાય છે. તેની ઊણપથી ઓટો ઈમ્યુન વાળી બીમારીઓ પણ થઈ શકે છે. લોકોમાં વિટામિન ડીની ઊણપ માત્ર ગરીબ દેશોમાં જ જોવા મળે છે એવું નથી, ધનવાન દેશોમાં પણ આ સમસ્યા ગંભીર છે. એક સ્ટડી અનુસાર, 2012 સુધીમાં આખી દુનિયામાં એક અરબ કરતાં વધારે લોકો એવા હતા, જેમનામાં વિટામિન ડીની ઊણપ હતી. વિટામિન ડીની ઊણપ એ લોકોમાં સૌથી વધારે હોય છે, જેઓ તડકાથી દૂર ઘરમાં જ રહે છે.

હસ્તમૈથુન બાબતે સદીઓથી આપણા સમાજમાં ઘણા વહેમ છે. વર્ષો સુધી લોકો તેને ઘણી બીમારીઓનું જડ માનતા રહ્યા. પરંતુ મોડર્ન રિસર્ચ અનુસાર, તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. પરંતુ એ દાવો સંપૂર્ણ ખોટો છે કે, હસ્તમૈથુનથી કોવિડ-19 થી બચી શકાય છે.

જરૂર નથી આ રીતે એન્ટી ઓક્સીડેન્ટ ખાવાનીઃ શરીરમાં વ્હાઇટ સેલ્સથી ઝેરી ઓક્સીજન પદાર્થ નીકળે છે, જે બેધારી તલવારની જેમ કામ કરે છે. એક તરફ તે શરીરમાં કોઇ બેક્ટેરિયા કે વાયરસને આગળ વધતો અટકાવે છે, તો બીજી તરફ સ્વસ્થ્ય કોશિકાઓને પણ ખતમ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી પાડે છે. એટલે જ બધી જ કોશિકાઓને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે એન્ટી ઓક્સિડન્ટની જરૂર હોય છે.

આપણને આ એન્ટી ઓક્સિડેન્ટ્સ મોટા પ્રમાણમાં ફળો, શાકભાજીમાંથી મળે છે. તેના માટે અલગથી સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર નથી. એન્ટી ઓક્સિડેન્ટ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કેટલાં મદદરૂપ રહે છે, તેના પર હજી રિસર્ચ ચાલું છે. હજી સુધી રિસર્ચર્સ કોઇ ફાઈનલ રિઝલ્ટ સુધી નથી પહોંચ્યા.

કેટલાક બેક્ટેરિયા એવા હોય છે, જે શરીરના મિત્ર હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી હોય છે. ઘણીવાર શરીરમાં એ બેક્ટેરિયાની ઊણપ સર્જાય છે. એટલે બજારમાંથી પ્રોબાયોટિક્સ લેવાની જરૂર પડે છે. સંકટના આ સમયમાં કેટલીક વેબસાઇટ્સનો એવો પણ દાવો છે કે, પ્રોબાયોટિક્સ કોવિડ-19 સામે લડવામાં મદદરૂપ છે. આ બધા જ દાવા ખોટા છે. હજી સુધી તેના માટે કોઇ પૂરતા પૂરાવા આપી શક્યું નથી.

હવે સવાલ એ છે કે, આખરે કોવિડ-19 સામે બચવું કેવી રીતે? તો અત્યારે તો એ જ જરૂરી છે કે, શક્ય હોય એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને સાફ-સફાઇનું પૂરતું ધ્યાન રાખવું. સંતુલિત આહાર લેવો. નિયમિત કસરત કરવી. કોઇ વેલનેસ એક્સપર્ટની વાતોમાં આવી જાતને ડોક્ટર ના સમજવું. મુશ્કેલી જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page