Only Gujarat

Sports

અક્ષર પટેલની ગર્લફેન્ડની સુંદરતા સામે ભલભલી એક્ટ્રેસ પાણી ભરે

આમ તો આપણી ભારતીય ક્રિકેટ ટીમમાં એક-એકથી ચડિયાતા ખેલાડીઓ છે. પરંતુ અક્ષર પટેલે ક્રિકેટમાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે. અક્ષરે પોતાના અદભુત પ્રદર્ષને ફેન્સનું દિલ જીતી લીધું છે, આજે આ લેખમાં અમે તમને આપી રહ્યા છીએ અક્ષર પટેલના જીવનની કેટલીક એવી અજાણી અને રસપ્રદ વાતો, જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ.

અક્ષર પટેલનો જીવન પરિચય

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી, 1994ના રોજ ગુજરાતના ચરોતર-ખેડામાં થયો હતો. અક્ષર પટેલનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે અને નાનપણથી જ અક્ષરને ભણવું બહું ગમતું હતું. એટલે જ અક્ષર પટેલે ક્યારેય સપનામાં પણ ક્રિકેટર બનવાનું વિચાર્યું પણ નહોંતું.

અક્ષર પટેલના પરિવારમાં તેના પિતા રાજેશ પટેલ અને માતા પ્રીતિબેન પટેલ છે. સાથે-સાથે તેમને એક ભાઈ સંશિપ અને એક બહેન શિવાંગી પટેલ પણ છે. અક્ષર પટેલ મિકેનિકલ એન્જિનિયર બનવા ઈચ્છતો હતો, પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું, જેના કારણે આજે તેઓ ભારતીય ખેલાડીઓમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.

ક્યારે થયાં અક્ષર પટેલનાં લગ્ન અને કોની સાથે?

આમ તો હજી સુધી અક્ષર પટેલનાં લગ્ન નથી થયાં, પરંતુ વર્ષ 2022 માં તેમની સગાઈ મેહા સાથે થઈ છે. અક્ષરની મંગેતર એક આહાર વિશેષજ્ઞ અને પોષણ વિશેષજ્ઞ તરી કામ કરે છે. ગર્લફ્રેન્ડ મેહાએ પોતાના હાથ પર અક્ષરના નામનું ટૈટૂ પણ ત્રોફાવ્યું છે અને મેહાને ટ્રાવેલિંગનો પણ બહુ જ શોખ છે. તેના આ શોખની જાણકારી તેના ઇન્સ્ટા પ્રોફાઇલ પરથી ખ્યાલ આવે છે. મેહાની સગાઇ અગાઉની એક પોસ્ટમાં તેના મિત્રો સાથે અક્ષર પટેલ પણ જોવા મળ્યો હતો. અક્ષર પટેલની ફિયાન્સીનું નામ મેહા છે અને તે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે.

ઘરેલુ ક્રિકેટમાં અક્ષર પટેલે શરૂ કર્યું કરિયર

અક્ષર પટેલે 22 ફેબ્રુઆરી, 2012 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સાથે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કયું હતું. ક્રિકેટમાં સારું પ્રદર્ષન કર્યા બાદ ફરી એકવાર અક્ષર પટેલની પસંદગી 2 નવેમ્બર, 2012 ના રોજ રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં ક્રિકેટ રમવા માટે થઈ હતી.

અક્ષર પટેલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત

પોતાના સુંદર પ્રદર્ષનના કારણે અક્ષરે 15 જૂન, 2014 ના રોજ બાંગ્લાદેશ સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું, આ મેચમાં અક્ષરે 10 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ 17 જુલાઈ 2015 ના રોજ ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી.

આ મેચમાં અક્ષરે 4 ઓવર બોલિંગ કરી, જેમાં તેણે 17 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. આ બે સારાં પ્રદર્ષન કર્યા બાદ પસંદગીકર્તાઓએ 13 ફેબ્રુઆરી 2021 ના રોજ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપી. જેમાં અક્ષર પટેલે પહેલી ઈનિંગમાં 2 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી.

You cannot copy content of this page