Only Gujarat

FEATURED Sports

મોટી દીકરી છે 65ની ને આ પિતા 89 વર્ષે ચોથીવાર પિતા બન્યા, પત્ની છે દીકરીની ઉંમર કરતાંય અડધી

નવી દિલ્હીઃ પિતા બનવું દરેક શખ્સ માટે યાદગાર ક્ષણ હોય છે. વિજ્ઞાને પુરુષ અને સ્ત્રી માટે બાળકો પેદા કરવાને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. એક ઉંમર બાદ મહિલા કન્સીવ નથી કરી શકતી. તો પુરુષોની બોડી કોઈપણ ઉંમરમાં બાળકો પેદા કરવા માટે તૈયાર રહે છે. પરંતુ કેટલીક પાબંદીઓ સાથે. હાલમાં જ ફોર્મ્યૂલા વનના એક્સ ચીફ બર્ની એક્સલેસ્ટને પોતાના પિતા બનવાના સમાચાર લોકો સાથે શેર કર્યા. 89 વર્ષની ઉંમરમાં બાપ બનેલા બર્નીએ કહ્યું કે તે હજુ પણ વધુ બાળકોના પિતા બનવા માંગે છે. તેની 35 વર્ષની પત્ની ફાબિઆના ફ્લોસી સાથે તેમનું આ પહેલું બાળક છે. અત્યાર સુધી બર્ની ચાર બાળકોના પિતા બની ચુક્યા છે. આટલી ઉંમરે પિતા બનેલા બર્નીએ લોકો સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે. જેમાં તેમણે લોકોને જણાવ્યું કે આટલી મોટી ઉંમરે પિતા બનવા માટે તે શું કરે છે.

ફૉર્મ્યૂલા વનના એક્સ ચીફ બર્ની 2 જુલાઈએ એક દીકરાના પિતા બન્યા. 89 વર્ષની ઉંમરમાં પિતા બનીને આ શખ્સે દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી. બર્નીને પહેલેથી જ 3 દીકરીઓ છે. પોતાની દીકરીઓને ભાઈ આપીને તે ખૂબ જ ખુશ છે. સાથે જ તેમણે એલાન કર્યું કે તેઓ હજી વધુ બાળકોના પિતા બનવા માટે તૈયાર છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી ઉંમર હોવા છતાં તેઓ પોતાને કેમ ફિટ રાખે છે તો હસીને બર્નીએ કહ્યું કે તેનું સીક્રેટ વિટામિન ડી છે. બર્નીએ જણાવ્યું કે જો તમે પિતા બનવા માંગો છો તો વિટામિન ડી પ્રચુર માત્રામાં લો.

બર્નીએ કહ્યું કે, પુરુષોને લાગે છે કે વાયગ્રા લેવાથી તેમની સેક્સ લાઈફ સારી થશે પરંતુ એવું કાંઈ નથી હોતું. દરેક વસ્તુનું સીક્રેટ છે વિટામિન ડી. સોશિયલ મીડિયા પર પોતાના દીકરા સાથેની તસવીર શેર કર્યા બાદ લોકોએ બર્નીની ખૂબ જ મજાક ઉડાવી. કેટલાક લોકોએ તો બર્નીને દીકરાનો ડીએનએ ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી દીધી.

આ બધી કમેન્ટ્સથી બર્નીને કોઈ ફેર નથી પડતો. તેણે કહ્યું કે હજી તે તેના દીકરાને નાનો ભાઈ કે બહેન આપવા માંગે છે. સાથે જ કહ્યું કે તેઓ પોતાની દીકરીઓ સાથે વધુ સમય ન પસાર કરી શક્યા પરંતુ હવે દીકરાને પુરો સમય આપશે. બર્નીની સૌથી મોટી દીકરીની ઉંમર 65 વર્ષ છે. તો બીજીની ઉંમર 36 અને ત્રીજીની ઉંમર 31 વર્ષ છે. હવે જઈને 89 વર્ષની ઉંમરમાં તેઓ ચોથી વાર પિતા બન્યા છે.

ઓક્ટોબરમાં બર્ની 90 વર્ષના થઈ જશે. તમને જણાવી દઈએ કે સૌથી વધુ ઉંમરમાં પિતા બનવાનો વિક્રમ ભારતના રામજીત રાઘવના નામે છે. જેઓ 2010માં 94 વર્ષની ઉંમરમાં પિતા બન્યા હતા. જે બાદ 2012માં પોતાનો જ રેકોર્ડ તોડતા બીજા દીકરાનો બાપ બનવાનું કારનામું કર્યું હતું.

You cannot copy content of this page