Only Gujarat

Bollywood FEATURED

લૉકડાઉનમાં ‘સર્કિટ’એ કર્યાં એવા ત્રણ કામ કે 30 જ દિવસમાં ઉતાર્યું છ કિલો વજન

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘મુન્ના ભાઇ’માં સર્કિટના નામથી ફેમસ થયેલ અરશદ વારસી એક જાણીતું નામ છે. અરશદે બોલીવૂડની ઘણી હિટ કોમેડી ફિલ્મોમાં જબરદસ્ત રોલ કર્યા છે, જેને જોઇ લોકો આજે પણ પેટ પકડીને હસે છે. જોકે, આજકાલ અરશદ કોઇ ફિલ્મના કારણે નહીં, પરંતુ તેની લાઇફસ્ટાઇલના કારણે ચર્ચામાં છે. લોકડાઉનનો ફાયદો ઉઠાવી અરશદે લગભગ 6 કિલો વજન ઘટાડ્યું છે અને વજન ઘટાડવા મથતા લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક્ટર હજી આગામી સમયમાં વધુ ચાર કિલો વજન ઘટાડશે. વજન ઘટાડવા મથતા લોકો માટે અરશદની આ સરળ વેટ લોસ ટિપ્સ બહુ મદદરૂપ નીવડી શકે છે.

એક મહિના સુધી સ્ટ્રિક્ટ ડાયટઃ વજન ઘટાડવા માટે અરશદ વારસીએ એક મહિના સુધી મહિના સુધી ખૂબજ સ્ટ્રિક્ટ ડાયટનું પાલન કર્યું હતું. આ વાતની માહિતી તેણે તેના ટ્વિટર અકાઉન્ટમાં આપી છે. તેણે આ સમય દરમિયાન ખાન-પાન પર ખૂબ જ કંટ્રોલ કર્યો છે. એવા ફૂડ્સ જરા પણ નથી ખાધા જેનાથી વજન ઘટાડવામાં તકલીફ પડે. તેણે લો કાર્બ ડાયટનું પાલન કર્યું, જેમાં મસાલા, પાણી, બ્લેક કોફી, પ્લેઈન ટી, તોરી, રેડ પેપર્સ વગેરેનો સમાવેશ થાય છે. એટલે જ તેને માત્ર એક મહિનામાં છ કિલો વજન ઘટાડવામાં સફળતા મળી.

ઈન્ટરમિટન્ટ ડાયટઃ વજન ઘટાડવા માટે ઘણા લોકો દ્વારા આ પેટર્નનું અનુકરણ કરવામાં આવે છે. ઈન્ટરમિટન્ટ ડાયટ, ખાવાની એક પેટર્ન છે, જે ખાવાના બે સમયની વચ્ચે ગેપ રાખે છે. જેમાં તમારે એ વાતનું ધ્યાન નથી રાખવું પડતું કે, કયા ખાદ્ય પદાર્થ તમારે ના ખાવા જોઇએ, આમાં તમે લાંબા અંતર બાદ ભોજન લો છો. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. અરશદ વારસીને આ પેટર્ન ફોલો કરવી વધુ ગમી.


કાર્ડિયો એક્સરસાઇઝઃ કાર્ડિયો એક કસરત છે જેને કરવા માટે એક નિયમિત પેટર્નને ફોલો કરવી પડે છે. આ માટે જરૂરી નથી કે તમે જિમમાં જાઓ, તમે ઘરમાં પણ કસરત કરી શકો છો. અરશદ વારસીએ એક મહિના સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરી. આ દરમિયાન તેણે રનિંગ માટે ટ્રેડમીલની મદદ પણ લીધી. સ્કેટર્સ, જમ્પિંગ જેક, જંપ લંગેસ, હાઈ ક્ની, સ્કેટ પંચેસ, બર્પીસ જેવી કાર્ડિયો એક્સરસાઇઝની મદદથી તમે પણ વજન ઘટાડી શકો છો.

અને ઘટી ગયું 6 કિલો વજનઃ અરશદ વારસીએ સ્ટ્રિક્ટ ટાયટ, ઈન્ટરમિટન્ટ, એન્ડ વેટ ટ્રેનિંગને યોગ્ય રીતે ફોલો કરી માત્ર એક મહિનામાં છ કિલો વજન સરળતાથી ઘટાડ્યું. તેણે તેના ટ્વિટર અકાઉન્ટ પરથી આ માહિતી શેર કરી સાથે એમ પણ કહ્યું કે, તે હજી ચાર કિલો સુધી વજન ઘટાડશે. સર્કિટની આ રિયલ વેટ લોસ ટિપ્સ તમારા પણ કામ લાગી શકે છે.

You cannot copy content of this page