Only Gujarat

Bollywood

વિલન પણ હોય છે આવા નસીબદાર, સ્વર્ગની અપ્સરાને પણ ટક્કર મારે એવી મળી છે પત્નીઓ

મુંબઈઃ બોલિવૂડમાં હિરો-હિરોઇનની સુંદરતાની ચર્ચા થાય તેમાં કંઈ નવી વાત નથી, પરંતુ આ બાબતે વિલન પણ કંઈ પાછળ નથી. બોલિવૂડના વિલન્સને પડદા પર ભલે સારા રોલ ના મળ્યા હોય, પરંતુ વ્યક્તિઅત જીવનમાં તેમને ચોક્કસથી મળી છે ખૂબ જ સુંદર અને સમજદાર પત્ની. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ બોલિવૂડના 10 એવા ફેમસ વિલન્સ વિશે, જેમને મળી છે ખૂબજ સુંદર પત્ની.


શક્તિ કપૂર- શિવાંગી કપૂરઃ બોલિવૂડના સૌથી ફેમસ વિલન શક્તિ કપૂરની વાત કરવામાં આવે તો તેની પત્ની શિવાંગી કપૂર ખૂબજ સુંદર છે. જે જાણીતી એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેની મોટી બહેન છે. એટલે તે આટલી સુંદર હોય તેમાં કોઇ બેમત નથી.


ગુલશન ગ્રોવર-કશીશઃ ગુલશન ગ્રોવરની બોલિવૂડમાં ઇમેજ બેડ બોયની છે, પરંતુ તેને એક નહીં પરંતુ બે-બે સુંદર પત્નીઓ મળી. જોકે ગુલશન આજકાલ સિંગલ છે. પરંતુ તેની પૂર્વ પત્ની કશિશ પણ ખૂબજ સુંદર હતી.


અનુપમ ખેર-કિરણ ખેરઃ લોકોને હસાવતાં પહેલાં અનુપમ ખેરે પડદાં પર લોકોને બહુ રડાવ્યા છે. તે એક જમાનાના જાણીતા વિલન રહી ચૂક્યા છે. તેમની પત્ની એક કિરણ ખેર જાણીતી એક્ટ્રેસ અને રાજકારણી છે. કિરણ ખેર બ્યૂટીફુલ સિટી ચંડીગઢની સાંસદ પણ છે.


આશુતોષ રાણા-રેણુકા શહાણેઃ આશુતોષ રાણાએ એક વિલનની ભૂમિકાને નવી ઓળખ આપી છે, તો તેની પત્ની રેણુકા પણ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સુંદરતાની બાબતમાં રેણુકા બોલિવૂડની હિરોઇનો કરતાં જરા પણ ઉતરતી નથી.


પરેશ રાવલ-સ્વરૂપ સંપતઃ વિલનના રોલમાં પરેશ રાવલને કોઇ ઓળખની જરૂર નથી. ‘દિલવાલે’ ના મામાને કોણ ભૂલી શકે, જેણે પોતાની ભાણીને મરજી મુજબ લગ્ન ના કરવા દીધાં, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, તેમણે પોતે લવ મેરેજ કર્યાં છે. જે તે સમયની મિસ ઈન્ડિયા રહી ચૂકી છે. તેમની પત્ની સ્વરૂપ સંપત ધનવાન હોવાની સાથે-સાથે તે સમયની ખૂબજ સુંદર મિસ ઇન્ડિયા છે.


પ્રકાશ રાજ-પૂની વર્માઃ વિલનના રોલમાં પ્રકાશ રાજને કોઇ ઓળખાણની જરૂર નથી. ફિલ્મોમાં સલમાન ખાનની ઊંઘ હરામ કરનાર આ સ્ટારનું દિલ ખૂબજ સુંદર પૂની વર્માએ ચોરી લીધું છે. પ્રકાશ રાજના આ બીજા લગ્ન છે.


રોનિત રોય-નિલમઃ રોનિત રોય બોલિવૂડના એ ગણતરીના વિલનમાંના એક છે, જેમને ટક્કર આપવા હીરોને પણ બહુ મહેનત કરવી પડે છે. રોનિત રોય પડદાં પરના રોલ માટે પોતાનો જીવ રેડી દે છે. તો તેની પત્ની નિલમ હિરોઇનને પણ ટક્કર મારે એવી છે.


સોનુ સૂદ- સોનાલી સૂદઃ પંજાબનો ગભરૂ જવાન સોનુ સૂદ જેટલો હેન્ડસમ છે એટલી જ સુંદર છે તેની પત્ની સોનાલી પણ. સોનુ અને સોનાલીની જોડી બોલિવૂડની ખાસ જોડીઓમાંની એક છે.

નવાઝુદ્દીન સિદ્દિકી-અંજલીઃ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના નવાઝુદ્દીન સિદ્દીકીને રિયલ લાઇફમાં ખૂબજ સુંદર પત્ની મળી છે. તેની પત્ની અંજલી રિયલ લાઇફમાં એક હીરોઇન જેવી જ લાગે છે. જોકે, હાલમાં જ અંજલીએ નવાઝને ડિવોર્સની નોટિસ ફટકારી છે. તેણે કહ્યું હતું કે સિદ્દીકી પરિવાર તેને માનસિક તથા શારીરિક રીતે હેરાન કરે છે.

You cannot copy content of this page