Only Gujarat

FEATURED International

ખાઉધરા ચીનાઓ શું નહીં ખાય! આ જીવને એટલો ખાધો હવે નામશેષ થવાની તૈયારીમાં

બેઈજિંગઃ આ જીવનો ઉપયોગ પારંપરિક ચાઈનીઝ દવાઓ બનાવવામાં પણ થાય છે. જ્યારે આ જીવને લિવિંગ ફૉસિલ એટલે કે જીવિત જીવાશ્મ કહેવામાં આવે છે. આ જીવનું નામ ચાઇનીઝ જાયન્ટ સેલામેંડર (Chinese Giant Salamander) છે. તે એક અત્યંત દુર્લભ જીવ છે. જે ચીનમાં યાંગ્ત્ઝી નદી સહિતના ઘણા જળસ્ત્રોતોમાં જોવા મળે છે. આ ઉપરાંત તે ઉત્તર અમેરિકા અને જાપાનમાં પણ જોવા મળે છે. પરંતુ ચીનમાં સૌથી મોટો સેલામેંડર છે

તેને જીવંત અવશેષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તેનો ઇતિહાસ 17 કરોડ વર્ષ જૂનો છે. તે ડાયનાસોરની પ્રજાતિમાંથી વિકસિત થયુ હોવાનું માનવામાં આવે છે.

1970માં ચીનમાં ચાઇનીઝ જાયન્ટ સેલામેંડરને લોકોએ ખાવાનું શરૂ કર્યું. આ પછી, લોકોને તે ખૂબ ગમ્યું કે તેનો વપરાશ ઝડપથી વધવા લાગ્યો. ચીનમાં, એક વિશાળ સેલામેંડરમાંથી બે કિલોગ્રામ માંસ 1500 ડોલર એટલે કે 1.13 લાખ રૂપિયામાં મળે છે.

હવે ચીનમાં તેના ફાર્મ હાઉસ ખુલવા લાગ્યા છે, જેથી સલામંડર વધુ માત્રામાં ઉત્પાદન થઈ શકે. પરંતુ કુદરતી રીતે તેઓ લુપ્ત થવાની આરે પહોંચી ગયા છે. આ એક માત્ર ઉભયજીવી છે, જે સમગ્ર જીવન પાણીની અંદર રહે છે. જોકે, તેમાં માછલીઓના જેવા ગિલ્સ હોતા નથી.

તેઓ તેમની છેદવાળી ત્વચામાંથી ઓક્સિજન લે છે. તેમની આંખો ખૂબ મજબૂત નથી, પરંતુ તેઓ પાણીમાં ઉઠતી તરંગો દ્વારા તેમના શિકારની ઓળખ કરે છે. આ તરંગોને ઓળખનારી સેંસરી નોડ્સ તેના માથાથી પૂંછડી સુધી આખા શરીરમાં બંને કિનારા પર હોય છે.

ચીનમાં મળતા જાયન્ટ સેલામેંડર એક માણસ જેટલો લાંબો હોય છે. આશરે 5.90 ફૂટ સુધી. અમેરિકામાં જોવા મળતું સેલામેંડર, જેને ધ હેલબેન્ડર કહેવામાં આવે છે, તે 28 ઇંચનું હોય છે. જ્યારે, જાપાનમાં મળતું સેલામેંડર ચીન કરતા થોડું નાનું છે.

બે વર્ષ પહેલાં, એન્ડ્રુ કનિંગહામ નામના જીવવિજ્ઞાની તેની 80 લોકોની ટીમ સાથે સેલામેંડર શોધવા માટે ગયા હતા. તેની ટીમે ચીનમાં 50 સ્થળોનો સર્વે કર્યો હતો. તેમણે એ લોકો સાથે વાત કરી જેઓ ચાઇનીઝ વિશાળ સેલામેંડરના વિસ્તારોમાં રહે છે. તે લોકોએ કહ્યું કે અમે આ જીવોને દાયકાઓથી જોયા નથી.

એન્ડ્રુએ કહ્યું કે આ જીવો બ્રોન્ટોસૉરસ અને સ્ટેગોસોરસ જેવા જીવોના સમયના છે. આ સમયના માત્ર બે પ્રજાતિઓનાં જીવ જીવંત છે. એક અમેરિકામાં અને બીજું જાપાનમાં.

1970 સુધીમાં, સેલામેંડર ચીનના ક્વિનલિંગ પર્વતની આસપાસના પાણીમાં નોંધપાત્ર પ્રમાણમાં હતા. તેમનો અવાજ માણસોનાં બાળકના રોવાના જેવો હતો. તેથી, તે પર્વતની આસપાસ રહેતા લોકો તેને ખાતા નહોતા. અશુભ માનતા હતા. પરંતુ દક્ષિણ ચીનના લોકો એવું માનતા નથી.

દક્ષિણ ચીનના લોકો જ્યારે ક્વિનલિંગ પર્વતની આસપાસથી સેલામેંડરને પકડીને ખાવા લાગ્યા તો તેની માગ વધાવની શરૂ થઈ ગઈ હતી. તેનો સૂપ, સ્ટયૂ, જેલી વગેરે બનાવવાનું શરૂ થયું. ઉપરાંત, તેનો ઉપયોગ ચાઇનીઝ પરંપરાગત દવાઓમાં થવા લાગ્યો હતો.

You cannot copy content of this page