Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતી સિંગર કિંજલ દવેએ પરિવાર સાથે દુબઈમાં માણી મજા, જોવા મળ્યો નવો લુક

અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે પરિવાર સાથે દુબઈમાં વેકેશનની મજા માણવા પહોંચી હતી. દુબઈમાં મજા માણતી હોય તેવી તસવીરો કિંજલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મુકી હતી જે વાયરલ થઈ હતી. કિંજલે દુબઈના જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. કિંજલે પિતા સાથે દરિયાકિનારે તસવીર ક્લિક કરાવી હતી.

કિંજલ દવેએ પરિવાર સાથે માણી મજા

કિંજલ દવેએ પોતાના યુટ્યુબ ચેનલમાં ‘વર્લ્ડ વોટર શો’ની મજા માણતો એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમાં કિંજલ દવે પોતે વર્લ્ડ વોટર શો કેવો છે તે અંગે બતાવતી જોવા મળી હતી.

વિશ્વની સૌથી ઉંચી ઉમારત બુર્જ ખલિફાને જોવા માટે કિંજલ દવે દુબઈ મોલ પહોંચી હતી. જ્યાં ટાવર પરથી પણ તેને દુબઈ ફાઉન્ટેનોનો નજારો જોયો હતો. જેમાં 140 ફૂટ ઉંચે સુધી ફાઉન્ટેન જાય છે. આ ફાઉન્ટેન શો ખાસ જોવા જેવો હોય છે.

કિંજલે ફ્લોવર શો અને રણમાં કરાવ્યું ફોટોશૂટ

ચાર ચાર બંગળી ફેમ સિંગર કિંજલ દવેએ દુબઈના બિચની પણ મજા માણી હતી જ્યાં તેણે ફોટોશૂટ કરાવ્યું હતું તે દરમિયાન તેણે બ્લુ જીન્સ અને ફ્લાર પ્રિન્ટનું ટોપ પહેર્યું હતું. કિંજલ ડેઝર્ટ રણમાં પહોંચી હતી જ્યાં બહુ જ મજા માણી હતી.

કિંજલ દવેએ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ સહિતની મજા માણી હતી. આ દરમિયાન પરિવારજનો પણ જોવા મળ્યાં હતાં.

કિંજલે દરિયા કિનાર કરાવ્યું ફોટોશૂટ

આ ઉપરાંત દુબઈમાં ફ્લોર શોની પણ મજા માણી હતી જ્યાં તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કિંજલ દવેએ આ તસવીરો પોતાના ફેસબુક પેજમાં શેર કરી હતી. જે લોકો વાયરલ કરી હતી.

કિંજલની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page