Only Gujarat

FEATURED National

જીવનનો શું ભરોસો? પળવારમાં આવી શકે છે મોત, આ તસવીરો જોઈને હચમચી ઉઠશો

ભોપાલઃ કહેવાય છે ને કે જીવનનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે શ્વાસ થંભી જાય એવું પણ બને, અમુક સંજોગોમાં કહી નથી શકતા કે આવી રીતે પણ મોત આવી શકે છે. મધ્ય પ્રદેશમાં એક 57 વર્ષીય વ્યક્તિનું ખુરશી પર બેઠા-બેઠા જ અમુક સેકન્ડની અંદર જ મોત થયું. આ સંપૂર્ણ ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.


સીહોર ગામના બિલકિસગંજમાં ખુરશી પર બેઠા-બેઠા જ એક વ્યક્તિના શ્વાસ થંભી ગયા અને તેનું મોત થયું. ગામ ખુરચનીના રહેવાસી 57 વર્ષીય જમના પ્રસાદના અંતિમ સમયનો આ વીડિયો એક દૂધ કલેક્શન સેન્ટર બહાર લાગેલા કેમેરામાં કેદ થયો.

બિલકિસગંજ પોલીસે તપાસ બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. ઘટના 1 જૂનની હોવાનું સામે આવ્યું છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.


આ અંગે એસએસપી સમીર યાદવે કહ્યું કે,‘ખુરચની ગામના જમના પ્રસાદ સોમવારે કોઈ કામ અર્થે બિલકિસગંજ આવ્યા હતા. બિલકિસગંજમાં એક દુકાન સામે બેઠા અને અચાનક તેમનું મોત થયું. ડૉક્ટરો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મોત હાર્ટ અટેકના કારણે થયું હતું.’

You cannot copy content of this page