Only Gujarat

National TOP STORIES

મુંબઈમાં નિર્સગ સાઈક્લોનનું રૌદ્ર સ્વરૂપ, માયાનગરીના હાલ થયાં બેહાલ, વિનાશક તસવીરો

મુંબઈ: અરબ સાગરથી બનેલા ડિપ ડિપ્રેશને મંગળવારે (2 જૂન) વાવાઝોડાનું સ્વરૂપ લીધું અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના તટીય વિસ્તારો તરફ આગળ વધ્યું. આ વાવાઝોડું અલીબાગ તટ સાથે અથડાયું. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી વિસ્તારમાં જોવા મળી. રાહતકાર્ય માટે એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાનો પાછલો હિસ્સો હજુપણ સમુદ્ર પર જ છે. હવામાન વિભાગના સાઈકલોન ઈ-એટલસ અનુસાર, 1891 બાદ પ્રથમવાર મહારાષ્ટ્રના તટીય વિસ્તાર આસપાસ વાવાઝોડાનું સંકટ જોવા મળ્યું છે. આ અગાઉ 1948 અને 1980માં આવી સ્થિતિ જોવા મળી હતી.

ગુજરાતમાં એનડીઆરએફ તૈનાતઃ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થવાની હોવાના કારણે અગાઉથી જ એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી હતી.

આ સાથે જ દ્વારકામાં તોફાનની અસર જોવા મળી. જ્યાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તંત્ર દ્વારા તટીય વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.

વાવાઝોડા માટે તૈયાર હતા ગુજરાત અને મહારાષ્ટ્રઃ નિસર્ગ વાવાઝોડાને કારણે મુંબઈમાં બાન્દ્રા-વર્લી સી લિન્ક પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. વાવાઝોડામાં એક જહાજ ફસાયું અને રત્નાગિરીના ભાટીમિર્યા તટ પર પહોંચ્યું.

પોલીસે સસૂન ડૉકના શેડની અંદર જવા અને સમુદ્ર તટ નજીક ના રહેવાની સૂચના લોકોને આપી હતી. ભારે પવન ફૂંકાતા ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા.

માછીમારોને 4 જૂન સુધી સમુદ્રમાં ના જવા સૂચના આપવામાં આવી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામમાંથી 21 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.

જિલ્લાના તમામ ઉદ્યોગ અને બજારોને બંધ કરાવવામાં આવ્યા હતા. વાવાઝોડાના કારણે નેવીએ પણ પોતાની ટીમને એલર્ટ કરી હતી. નેવીની 5 ફ્લડ ટીમ અને 3 ડાઈવર્સની ટીમને મુંબઈમાં તૈયાર રાખી છે.

ગુજરાતના તટીય વિસ્તારોમાંથી 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા. મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.

 

નિસર્ગ વાવાઝોડાની અસરઃ નિસર્ગ વાવાઝોડાના કારણે પણજીમાં ભારે વરસાદ. મુંબઈમાં પણ વરસાદ, બુધવારે 27 સેમીથી વધુ વરસાદ નોંધાવવાની શક્યતા, સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળ્યા. સાવચેતીના ભાગરુપે અસરગ્રસ્ત જીલ્લાઓમાં વિજળી-પાણીનું સપ્લાઈ બંધ કરવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ, રત્નાગિરિ, રાયગઢ, મુંબઈ અને પાલગઢમાં તેની અસર દેખાશે. ગુજરાતના નવસારીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે. ઈન્ડિગો એરલાઈન્સની 3 ફ્લાઈટને બાદ કરતા 17 ફ્લાઈટ રદ કરવામાં આવી.

મુંબઈમાં 21 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જેમાં અમુક કોરોનાના દર્દીઓ પણ હતા. મુંબઈમાં કોરોનાના 41 હજારથી વધુ કેસ છે.

વાવાઝોડાને કારણે વસઈ, પાલઘર, દહાનૂ અને તાલાસારી વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વાવાઝોડાના કારણે સુરતમાં પણ તટીય વિસ્તાર નજીકના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

વાવાઝોડાના કારણે લારીવાળાઓની લારીઓ અને પોલીસે રાખેલી બેરીકેડિંગ ઉપરાંત ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી થયા. નિસર્ગ વાવાઝોડું અલીબાગ તટ પર બપોરે ટકરાયું હતું, હવામાન વિભાગ અનુસાર તે સમયે વાવાઝોડાની સ્પીડ 120 કિ.મી. પ્રતિ કલાક હતી.

દેશમાં 4 વર્ષ બાદ ચોમાસાની સાથે વાવાઝોડુંઃ કેરળમાં ચોમાસાના આગમનની સાથે નિસર્ગ વાવાઝોડાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું.

ડૉપ્લર રાડાર ઈન્ચાર્જ વેદ પ્રકાશે જણાવ્યું કે, જૂનના પ્રથમ અઠવાડિયામાં ધરતી સુખી રહી છે. આયન મોટા પ્રમાણમાં બને છે અને પાણી વરસવાને લીધે બ્લીચિંગ થઈ જાય છે. આ કારણે વિજળી પડવાની શક્યતા વધી જાય છે.

You cannot copy content of this page