Only Gujarat

Bollywood FEATURED

શિલ્પા શેટ્ટીની હોટલ અંદર લાગે છે એકદમ મસ્ત, તસવીરોમાં માણો ભવ્યતા

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ન માત્ર એક સફળ કલાકાર છે, પરંતુ તેણે બિઝનેસની દુનિયામાં ખૂબ નામ કમાયું છે. પહેલા આઈપીએલમાં રાજસ્થાન રૉયલ ખરીદીને સૌને આશ્ચર્યમાં મુકી ચુકેલી શિલ્પાએ હવે પોતાના નવા પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે.

મુંબઈમાં શિલ્પા શેટ્ટીએ પોતાની નવી રેસ્ટોરેન્ટ ખોલી છે. તેણે મુંબઈના બાંદ્રામાં Bastian chainનું રેસ્ટોરેન્ટ ખોલ્યું છે. જણાવી દઈએ કે બોલીવુડના તમામ મોટા સિતારા Bastianમાં જરૂર આવે છે.

એવામાં શિલ્પા શેટ્ટીએ આ જ ચેઈનનું એક આઉટલેટ હવે મુંબઈમાં પણ ખોલ્યું છે. આ ખાસ મોકા પર શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો શેર કરી છે. તેને એ વાતની ખુશી છે કે તેનું આ સપનું પણ હવે પુરું થઈ ગયું છે.

હવે કારણ કે તેનું નવું રેસ્ટોરેન્ટ બનીને તૈયાર છે. એવામાં શિલ્પાએ સૌથી પહેલા દેશમુખ પરિવારને આમંત્રણ આપીને જમાડ્યા. વાયરલ ફોટોસમાં રિતેશ અને જેનેલિયા ખૂબ જ એન્જૉય કરતા જોવા મળી રહ્યા છે.

આ સિવાય શિલ્પાના પતિ રાજ કુંદ્રા પણ આ મોકા પર હાજર છે. તેણે તમામ સાથે ફોટો શેર કરતા લખ્યું છે કે- ખૂબસૂરત સાંજ આ નવા રેસ્ટોરેન્ટનું મેનુ ટેસ્ટ કર્યું. આ કંપની કમાલની છે.

તો એક વધુ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં શિલ્પા શેટ્ટી અને રાજ શેમ્પેઈનથી એક નવા રેસ્ટોરેન્ટનો જશ્ન મનાવી રહ્યા છે. એ ફોટોમાં તેમની ખુશી જોવા મળી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે Bastianમાં શિલ્પાએ અનેક વાનગીઓ જોડી દીધી છે. તેમણે ખુદ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર અનેક સ્વાદિષ્ટ પકવાનની તસવીરો શેર કરી છે.

બેકરી પ્રોડક્ટ્સમાં પણ Bastianની મહારત માનવામાં આવે છે. એવામાં અહીં કેક અને પુડિંગની માંગ ખૂબ જ રહે છે. હવે મુંબઈમાં ખુલેલી શિલ્પાની આ નવી રેસ્ટોરેન્ટ કેટલી સફળ રહી છે, જે જોવા જેવી વાત રહેશે.

You cannot copy content of this page