Only Gujarat

Bollywood

મિર્ઝાપુર 2ના ‘કાલીન ભૈયા’થી લઈ ‘ગુડ્ડુ પંડિત’ સુધી, જાણો આ એક્ટર્સ પાસે છે કેટલી સંપત્તિ

Mirzapur 2: એમેઝોન પ્રાઈમની આ વેબસીરિઝ ખૂબ જ જોવામાં આવી રહી છે. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તેની ચર્ચા થઈ રહી છે. તેમાં કામ કરતા કલાકારોએ પોતાની એક્ટિંગથી સૌને હેરાન કરી દીધા છે. આવો જાણીએ મિર્ઝાપુર 2ના આ એક્ટર્સ પાસે કેટલી પ્રૉપર્ટી છે.

આ વેબસીરીઝની આખી કહાની મુખ્ય પાત્ર કાલીન ભઈયાની આસપાસ ઘૂમે છે. કાલીન ભઈયાના કિરદારમાં પંકજ ત્રિપાઠીએ દમદાર અભિનય કર્યો છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તેમની નેટવર્થ 30 કરોડ રૂપિયા છે.

આ વેબસીરીઝમાં ગુડ્ડૂ પંડિતનો કિરદાર નિભાવ્યો છે અલી ફઝલે. તેની કુલ નેટવર્થ 23 કરોડ રૂપિયા જેટલી છે.

કિંગ ઑફ મિર્ઝાપુર મુન્ના ત્રિપાઠીનો દમદાર રોલ પ્લે કરનાર દિવ્યેંદુ શર્માની કુલ નેટવર્થ 14 કરોડ રૂપિયા છે.

સીરીઝમાં ગોલૂનો કિરદાર નિભાવનાર શ્વેતા ત્રિપાઠીની કુલ નેટવર્થ 8 કરોડ રૂપિયા જેટલી છે.

વેબ સીરીઝમાં કાલીન ભઈયાની પત્નીનો કિરદાર નિભાવનાર રસીકા દુગ્ગલની કુલ સંપત્તિ સાત કરોડ રૂપિયા જેટલી છે.

મિર્ઝાપુરના બબલુ પંડિત વિક્રાંત મેસીની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયા જેટલી છે.

નોટઃ એક્ટર્સની કુલ સંપત્તિના આંકડા Scoopwhoop.comથી લેવામાં આવ્યા છે.

You cannot copy content of this page