Only Gujarat

Bollywood TOP STORIES

ગુજરાતી બિઝનેસમેનના દીકરાએ કર્યુ એવું કામ કે તમે બોલી ઉઠશો કે ગુજરાતનું લોહી હોય તો આવું

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા બોલિવૂડ ફિલ્મ્સમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે, તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર જૂહી ચાવલાની એ કારણે ચર્ચામાં છે કે તેના દીકરાએ સારું કામ કર્યું છે. જૂહી ચાવલાએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યાં છે. ગુજરાતીઓ દાન આપવામાં આગળ હોય તે સમજી શકાય છે. જૂહી ચાવલાના દીકરાએ ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના રાહત કાર્ય માટે પોતાની પોકેટ મનીમાં ભેગા કરેલા પૈસા દાનમાં આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોનો મોટો હિસ્સો સળગીને ખાક થઈ ગયો છે. છેલ્લાં 10 વર્ષમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આ આગ ભયાનક છે. લાખો હેક્ટર જંગલ તથા અહીંયાના નેશનલ પાર્ક પણ આગની ચપેટમાં આવી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં તાપમાન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે અને આગને કારણે ગરમી વધુ પડી રહી છે.

આ ભયાનક આગના રાહત કાર્ય માટે અનેક લોકો આગળ આવ્યા છે અને પોતાનાથી શક્ય તેટલી મદદ કરી છે. હવે આ લિસ્ટમાં જૂહીનો દીકરો અર્જુન પણ સામેલ છે. અર્જુને ઓસ્ટ્રેલિયન ફાયર રિલીફ ફંડને 300 પાઉન્ડ એટલે કે અંદાજે 28 હજાર રૂપિયાનું દાન આપ્યું છે.

દીકરાના આ નિર્ણય પર જૂહીએ કહ્યું હતું કે તેને યાદ છે કે તેના દીકરાએ તેને પૂછ્યું હતું કે આ આગમાં 50 કરોડ જાનવરોના મોત થયા છે તો તે મદદ માટે શું કરે છે. તો તેણે જવાબ આપ્ય હતો કે તેણે ઝાડ ઉગાડ્યા છે અને બાકી લોકોને કાવેર કોલિંગ પ્રોજેક્ટથી મદદ કરે છે.

જૂહીમાં વધુમાં કહ્યું હતું કે બીજા દિવસે તેના દીકરાએ તેને કહ્યું હતું કે તેણે પોકેટમનીમાંથી 300 પાઉન્ડ મદદ માટે મોકલ્યા છે. આ વાતથી તેને આનંદ થયો કે આટલી ઉંમરમાં પણ તે વિચારે છે. હાલમાં અર્જુન યુકેની સ્કૂલમાં ભણે છે. અર્જુનનો જન્મ 21 જુલાઈ, 2003ના રોજ થયો છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના ઘણાં ગામડાઓ આગમાં ફસાયેલા છે. મોટાભાગના રાજ્યોના લોકોના ઘર બરબાદ થઈ ચૂક્યા છે અને આ આગમાં 28 લોકોના મોત થયા છે. કરોડો ડોલર્સનું નુકસાન થયું છે. આગ પર કાબૂ મેળવવાનો શક્ય તેટલો પ્રયાસ થઈ રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page