મુંબઈઃ ઘણી મહિલાઓ લગ્ન કર્યા બાદ કે માતા બન્યા બાદ પોતાના કરિયરમાંથી બ્રેક લે છે તથા પોતાના પરિવાર પર ધ્યાન આપવા લાગે છે. એન્ટરટેનમેન્ટ વર્લ્ડ પણ આ બાબતે ક્યાંય પાછળ નથી. અહીં પણ ઘણી ટીવી એક્ટ્રેસિસ એવી છે જેમણે લગ્ન બાદ પોતાના કરિયરને છોડી પર્સનલ લાઈફ પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો હતો.

મોહેના કુમારી સિંહઃ રીવાની રાજકુમારી મોહેના ટીવી વર્લ્ડમાં શાનદાર ડાન્સર અને એક્ટ્રેસ તરીકે ઓળખ મેળવી હતી. ગત વર્ષે તેણે ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગ ફિલ્ડ છોડી દીધું હતું. તેને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના કેરેક્ટરને લીધે ઘણી લોકપ્રિયતા મળી હતી.

દિશા વાકાનીઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ દિશા વાકાની દેશના મોટાભાગના ઘરમાં લોકપ્રિય ચેહરો છે. દિશા છેલ્લા 3 વર્ષથી શોમાં જોવા મળી રહી નથી. તેના સ્થાને અન્ય કોઈને લેવામાં આવી પણ નથી. કારણ કે મેકર્સને આશા છે કે દિશા શોમાં પરત આવશે. દિશાએ 2015માં બિઝનેસમેન મયૂર પારિખ સાથે લગ્ન કર્યા હતા અને 2017માં તે માતા બની હતી. જે પછી તે મેટરનિટી લીવ પર ગઈ અને હજીસુધી શોમાં પરત આવી નથી.

અદિતિ શિરવાઈકરઃ ‘કહાની ઘર-ઘર કી’, ‘બાત હમારી પક્કી હૈ’ જેવા ટીવી શો થકી ઓળખ બનાવનાર અદિતિએ પણ લગ્ન બાદ એક્ટિંગને છોડવાનો નિર્ણય કર્યો હતો. તેણે ટીવી એક્ટર મોહિત મલિક સાથે લગ્ન કર્યા છે.

મિહિકા વર્માઃ ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’માં દિવ્યાંકા ત્રિપાઠીની બહેનનો રોલ કરનાર મિહિકાએ 2016માં લગ્ન કર્યા બાદ એક્ટિંગ કરિયર છોડી દીધું હતું. હવે તે અમેરિકામાં શિફ્ટ થઈ ચૂકી છે.

કાંચી કૌલઃ ‘એક લડકી અંજાની સી’, ‘ભાભી’ અને ‘માયકા’ જેવી સીરિયલમાં જોવા મળેલી કાંચી છેલ્લા 6 વર્ષથી ટીવી વર્લ્ડથી દૂર છે. તેણે ટીવી એક્ટર શબ્બીર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા છે.