Only Gujarat

Gujarat

ગુજરાતની પહેલી ‘તેજસ’ ટ્રેનને લીલીઝંડી, જુઓ ટ્રેનની અંદરની ખાસ તસવીરો

અમદાવાદ: ગુજરાતમાં જેની ઘણા ટાઈમથી રાહ જોવાતી હતી એ તેજસ ટ્રેન આજથી શરૂ થઈ છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી હાઈટેક તેજસ ટ્રેનને સીએમ વિજય રૂપાણીએ આજે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. પહેલાં જ દિવસે ટ્રેન હાઉસફૂલ થઈ ગઈ છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે તદ્દન નવો કન્સેપ્ટ લઇને આવી છે જો તમે તેજસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને ઘરમાં ચોરી થશે તો એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવશે. તેના માટે વીમાકવચ પૂરું પાડશે. એટલું જ નહીં આ વીમાકવચ માટે ભાડાં ઉપરાંત એકપણ રૂપિયો એકસ્ટ્રા પ્રિમિયમ નહીં વસૂલે. તેજસ ટ્રેનના મુસાફરોને આ સુવિધાના લાભ વિનામૂલ્યે મળશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


શું છે ફેસિલિટી:

તેજસ ટ્રેનમાં હાઈટેક ફેસિલીટી આપવામાં આવશે. ટ્રેન સીસીટીવી કેમરાથી સજ્જ છે. ટ્રેનનું ઈન્ટીરીયરને એકદમ મોર્ડન લૂક આપવામાં આવ્યો છે. સીટ ખૂબ જ આરામદાયક છે. દરેક સીટની પાછળ ટીવી સ્ક્રીન લાગેલી હશે. આ ઉપરાંત ટ્રેનમાં વાઈફાઈ અને ફાયરની સુવિધા પણ છે. આ ઉપરાંત ચા, કોફી અને નાસ્તાની ફેસિલિટી આપવામાં આવશે. ટ્રેનના દરવાજા ઓટોમેટિક ઓપન-ક્લોઝ થાય છે. આ ટ્રેનની 160 કિલોમિટરની સ્પીડે દોડશે. તેજસ ટ્રેનના યાત્રીઓને વિનામૂલ્યે વીમાકવચ પૂરું પાડવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતી પેરવેશમાં હોસ્ટેસ કરશે તમારું સ્વાગત

ટ્રેનમાં કુલ 10 કોચ છે. જેમાં 9 એસી ચેર અને એક એક્ઝિક્યુટિવ ચેર છે. એક્ઝિક્યુટિવની તમામ ચેર પર ટીવી સ્ક્રીન છે. ટ્રેનમાં હોસ્ટેસ પણ હશે, જે ગુજરાતી પેરવેશથી સજ્જ કરશે. બાળકો અને વૃદ્ધોને ઠંડી ન લાગે એટલે ચાદર પણ આપવામાં આવશે. સાથે ઓનબોર્ડ શોપિંગની ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાતી મુસાફરો માટે ગુજરાતી મેનુ પણ હશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શું છે ટાઈમટેબલ?

તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ સાંજે 9.55 વાગ્યે પહોંચશે. ગુરૂવારને બાદ કરતાં સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કઈ કઈ જગ્યાએ ઉભી રહેશે?

અમદાવાથી મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેન વચ્ચે પાંચ જગ્યાએ ઉભી રહેશે. જેમાં વડોદરા, ભરૂચ, સુરત, વડોદરા, બોરીવલી એમ પાંચ સ્ટેશન પર ઉભી રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભાડામાં વધ-ઘટ રહેશે

તેજસ ટ્રેનમાં ચેરકાર માટે અંદાજે 1300 થી 1400 રૂપિયા ચાર્જ લેવાશે. જ્યારે, એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400 રૂપિયા રહેશે. જોકે ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. માંગ વધારે હશે ત્યારે ભાડું પણ વધતું રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે 25 લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.1 લાખનો વીમો સામેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તેજસ ટ્રેનને લઈને મુસાફરોમાં અનરો ઉત્સાહ છે. ટ્રેન પહેલાં જ દિવસે હાઉસફુલ થઈ ગઈ હતી.

You cannot copy content of this page