Only Gujarat

Bollywood

મિથુનની પત્નીએ આપી હતી ધમકી- ‘જો આ અભિનેત્રી સાથે સંબંધ રાખશો તો કરી લઈશ સુસાઈડ’

મુંબઈઃ બોલિવૂડમાં ડિસ્કો ડાન્સરના નામથી ફેમસ એક્ટર મિથુન ચક્રવર્તી 68 વર્ષના થઈ ગયા છે. 16 જૂન, 1952માં કોલકાતામાં જન્મેલા મિથુનનું સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. આ નામ ક્યારેય તેમણે ફિલ્મમાં ઉપયોગ કર્યું નથી. મિથુનનું નામ તેમની કો-સ્ટાર યોગીતા બાલી, સારિકા અને અન્ય સાથે જોડાયું છે, પણ મિથુનનું શ્રીદેવી સાથે અફેર તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. 1984માં આવેલી ફિલ્મ ‘જાગ ઊઠા ઈન્સાન’માં મિથુન અને શ્રીદેવીએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના અફેરના સમાચાર સામે આવ્યા હતાં. મિથુન ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યૂમાં ખુદ સ્વીકાર્યું હતું કે, તેમણે શ્રીદેવી સાથે છુપાઈને લગ્ન કર્યા હતાં.

મિથુનની વાઇફ યોગીતા બાલીએ એક ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો હતો કે, ‘તેમને મિથુન અને શ્રીદેવીના લગ્નની ખબર હતી.’ એક ન્યૂઝપેપરે બંનેના લગ્નનું સર્ટિફિકેટ પણ છાપી દીધું હતું.મિથુન અને શ્રીદેવીનો સંબંધ વધારે ટક્યો નહોતો. જેનું કારણ મિથુનની વાઇફ યોગીતી હતી. યોગીતાએ મિથુનને ધમકી આપી હતી કે તેમણે શ્રીદેવી સાથે સંબંધ રાખ્યો તો તે સ્યૂસાઇડ કરી લેશે. અત્યારે મિથુન અને યોગીતાને ત્રણ સંતાન છે.

ઘણાં ઓછાં લોકો જાણે છે કે, મિથુન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાં એક કટ્ટર નક્સલી હતાં. પારિવારિક મુશ્કેલીઓને લીધે તેમણે આ રસ્તો બદલી લીધો અને પરિવારમાં પાછા ફર્યા હતાં.

એક દુર્ઘટનામાં તેમના એકમાત્ર ભાઈનું મોત થઈ ગયું હતું. આ પછી મિથુને ખુદને નક્સલી આંદોલનથી અલગ કરી લીધો હતો.

મિથુને તેમના કરિયરની શરૂઆત 1976માં આવેલી ફિલ્મ ‘મૃગયા’થી કરી હતી. આ ફિલ્મમાં દમદાર અભિનય માટે તેમણે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ‘અગ્નિપથ’ (1990), બંગાળી ફઇલ્મ ‘તહાદર કથા’ (1992) અને ‘સ્વામી વિવેકાનંદ’ (1998) માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મિથુને અત્યાર સુધી 350થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુને ‘વારદાત’, ‘અવિનાશ’, ‘જાલ’, ‘ડિસ્કો ડાન્સર’, ‘ભ્રષ્ટાચાર’,‘ઘર એક મંદિર’, ‘વતન કે રખવાલે’, ‘હમસે બઢકર કૌન’, ‘ચરણો કી સૌગંધ’, ‘હમસે હૈ જમાના’, ‘બોક્સર’, ‘બાજી’, ‘કસમ પૈદા કરને વાલે કી’, ‘પ્યાર ઝુકતા નહીં’, ‘કરિશ્મા કુદરત કા’, ‘સ્વર્ગ સે સુંદર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

મિથુનનો સૌથી મુશ્કેલ સમય વર્ષ 1993થી 1998 સુધી રહ્યો હતો. જ્યારે તેમની ફિલ્મો સતત ફ્લોપ થતી હતી. આ દરમિયાન તેમની એક સાથે 33 ફિલ્મો ફ્લોપ થઈ હતી.

લીડ સ્ટાર બન્યા પહેલાં મિથુને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દો અનજાને’(1976)માં કામ કર્યું હતું. મિથુન ઇન્ડિયન ક્રિકેટ લીગની ટીમમાં રોયલ બંગાળ ટાઇગર્સના કો-ઓનર પણ રહી ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page