Only Gujarat

Bollywood FEATURED

સલમાન ખાનની આ અભિનેત્રીમાં જોવા મળ્યાં કોરોનાના લક્ષણો પણ…..

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ ખતરનાક વાઇરસથી સંક્રમિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના વાઇરસની ઝપટમાં અનેક બોલિવૂડ સ્ટાર પણ આવી ગયા છે. આ દરમિયાન 90નાં દશકની ફેમસ અભિનેત્રી પૂજા ડડવાલમાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા સમાચાર સામે આવ્યા છે પણ, તેમની પાસે સારવાર કરાવવા માટેના પણ રૂપિયા નથી.

પૂજા ડડવાલને છેલ્લા કેટલાક દિવસથી શરદી – ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, અશક્તિ, શરીરનો દુખાવો, ગળામાં દુખાવો અને કોઈ પણ પ્રકારનો ખાવાનો સ્વાદ ન આવતો હોવાની મુશ્કેલી છે. પૂજા ડડવાલ પાસે સારવાર કરાવવાના પણ રૂપિયા નથી. પૂજા ડડવાલે તેમના સાથી કલાકાર સલમાન ખાનને મદદ કરવા કહ્યું છે. પૂજા ડડવાલે સલમાન ખાન સાથે 1995માં આવેલી ફિલ્મ ‘વીરગતિ’માં કામ કર્યું હતું.

પૂજાએ ખુલાસો કર્યો છે કે, ‘તેમની તબિયત વધુ બગડતી જાય છે. તેમને તેમના મિત્રો પાસે ઉધાર રૂપિયા લીધા છે, પણ હવે તેમના મિત્રો તેમને રૂપિયા આપવાની ના પાડી રહ્યા છે. જેને લીધે તેમની પાસે કોવિડ – 19નો ટેસ્ટ કરાવવા માટે રૂપિયા નથી. પૂજા ડડવાલે એમ પણ કહ્યું હતું કે, તેમના પાડોસમાં ચાર લોકો સંક્રમિત છે.

આ સમયે પૂજા ડડવાલ તેમના બીમાર પતિ સાથે ગોવાના પોંડામાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પૂજા પાસે તેમના ઘરને ચલાવવા માટેના પણ રૂપિયા નથી. સલમાન ખાન પાસે પૂજા ડડવાલે મદદ માગતાં કહ્યું છે કે, ‘હું પહેલા પણ સલમાન ખાન પાસે મદદ માગી ચૂક્યો છું, તેમણે મુંબઈમાં મારું છથી આઠ મહિના સુધી મારી સારવાર કરાવી હતી અને પછી ગોવામાં પણ મારા માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી.’

પૂજા ડડવાલે કહ્યું કે, ‘આજે હું મુશ્કેલીમાં છું, મને સલમાન ખાનની ફરી યાદ આવી રહી છે. મને વારંવાર સલમાન ખાન પાસે મદદ માગવી સારું લાગતું નથી, પણ સલમાન ઉપરાંત કોઈ અન્ય મદદ કરતું નથી.

હું આજે ફરી મુશ્કેલીમાં છું, સલમાન મારી મદદ કરો’. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત પૂજા ડડવાલે તેમની અન્ય પણ મુશ્કેલીઓ વિશે ખુલાસો કર્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page