Only Gujarat

Bollywood

ગુજરાતી અભિનેતા કિરણ કુમાર કોરોના સંક્રમિત, બોલિવૂડમાં ફફડાટ

મુંબઈ: માયાનગરી મુંબઈમાં કોરોનાએ માજા મૂકી છે. બોલિવૂડના અનેક કલાકારો પણ તેની ઝપટમાં આવી રહ્યા છે. જેમાં હવે ગુજરાતી અભિનેતા કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર છે. પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કિરણ કુમારે પોતાને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધા છે. મીડિયાના અહેવાલ મુજબ 10 દિવસ પહેલાં કિરણ કુમારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. હવે તેનો નવો રિપોર્ટ 25 અથવા 26 મેના રોજ આવશે.
સામાન્ય તપાસ માટે હોસ્પિટલ ગયા ને કોરોના નીકળ્યો
આ અંગે એક નિવેદન જાહેર રતાં કિરણ કુમારે કહ્યું, ‘‘આ બાબતે મને ત્યારે ખબર પડી જ્યારે એક સામાન્ય તપાસ માટે હોસ્પિટલ ગયો હતો. ટેસ્ટ પ્રક્રિયા પૂરી કરતાં પહેલાં મારે કેટલાક પ્રાથમિક પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું. મને લાગે છે તેઓએ સાવધાની રાખતાં શરૂઆતમાં જ કોવિડ-19નો ટેસ્ટ કરી લીધો હતો. જેથી હું કોરોના પોઝિટિવ હોવાની ખબર પડી શકી.’’

મારી અંદર કોઈ લક્ષણ નથી
કિરણ કુમારે કહ્યું, જોકે મારા અંદરે કોઈ રીતના લક્ષણ નથી. ન ઉધરસ, ન તાવ, ન શ્વાસ લેવાની કોઈ સમસ્યા, કંઈ જ નથી. હુ પૂરી રીતે સ્વસ્થ મહેસૂસ કરું છું. મેં કહ્યું એમ કે મને પહેલાથી જ કોઈ લક્ષણ નહોતા, એટલા માટે મેં કોઈ વધુ તપાસ કરવવાનો પ્રયત્ન ન કર્યો.

ઘરના ઉપરના માળે કોરોન્ટાઈન થયા
તેમણે કહ્યું કે રિપોર્ટ બાદથી જ મેં મારી જાતને ક્વોરેન્ટાઈન કરી લીધી છે. મારા ઘરમાં બે માળ છે. એટલા માટે જગ્યાની કોઈ સમસ્યા નથી. મારી પત્ની અને બાળકો પહેલા માળે રહે છે અને મેં મારી જાતને ઉપરના ફ્લોર પર આઈસોલેટ કરી દીધી છે. હું 25 કે 26 મેના રોજ ફરી એક વખત ટેસ્ટ કરાવીશ.

ઘણા સેલેબ્સ થઈ ચૂક્યા છે સંક્રમિત
આ પહેલાં બોલિવૂડ સિંગર કનિકા કપૂર, ફિલ્મ પોડ્યુસર કરિમ મોરાની અને તેની બંને દીકરીઓ, એક્ટર પૂરબ કોહલી, એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા, એક્ટર સત્યજીત દુબેની માતા, બોની કપૂર અને ફરાહ અલી ખાનના ઘરમાં કાર કરનાર વર્કર પણ કોરોના સંક્રમિત મળ્યા હતા.

You cannot copy content of this page