Only Gujarat

Bollywood

વધુ એક અભિનેતાનું નાની ઉંમરમાં અવસાન, સ્તબ્ધ થયું બોલિવૂડ

મુંબઈ: ફેમસ કોમેડીયન અને બોલિવૂડ એક્ટર મોહિત બઘેલનું 27 વર્ષની ઉંમરમાં મથુરામાં નિધન થયું છે. મોહિત બઘેલ નાની ઉંમરમાં કેન્સરની બીમારી સામે લડી રહ્યો હતો. ખૂબ મહેનત અને ધગશથી મોહિત બઘેલે રૂપેરી પડદે પોતાની ઓળખાણ બનાવી હતી. નાના પડદા પર કોમેડીમાં કાઠું કાઢ્યા બાદ તેણે બોલિવૂડની વાટ પકડી હતી. તેણે સલમાન અને અસિન સાથે કામ કર્યું હતું. મોહિતે ‘રેડી’ ફિલ્મમાં ‘છોટે અમર ચૌધરી’નો દમદાર રોલ કર્યો હતો.

આ સમાચારની પુષ્ટી ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ના ડિરેક્ટર રાજ શાંડિલ્યે આપી હતી. રાજની આ ટ્વિટ પછી આખા બોલિવૂડમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. રાજ શાંડિલ્યએ ટ્વિટ કરતાં લખ્યું, ‘મોહિત મારા ભાઈ જવાની આટલી ઉતાવળ શું હતી. મેં તને કહ્યું હતું કે જો તારા માટે આખી ઈન્ડસ્ટ્રિઝ રોકાઈ ગઈ છે, જલ્દીથી સારો થઈને આવી જા, ત્યાર પછી જ બધા કામ શરૂ કરશે. તુ ખૂબ સારી એક્ટિંગ કરે છે એટલા માટે આગામી ફિલ્મના સેટ પર તારી રાહ જોઈશ. અને તારે આવવું જ પડશે. ॐ સાઈ રામ #cancer RIP. ’

યુપીની મુથરામાંથી નીકળીને માયાનગર મુંબઈમાં પોતાની પ્રતિભાથી ધમાલ મચાવનાર હાસ્ય કલાકાર મોહિત બઘેલના નિધનથી મુથરામાં ચાહકોને આઘાત લાગ્યો છે. ફક્ત 27 વર્ષની ઉંમરમાં જિંદગીનો જંગ હારી જનાર આ કલાકારને લઈને ચર્ચા છે કે લોકડાઉનના કારણે તેની સારવાર સરખી રીતે થઈ શકી નહોતી. કેન્સર પીડિત મોહિતની સારવાર નોઈડાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી, પણ છેલ્લાં કેટલા દિવસોથી તે મથુરા સ્થિત પોતાના ઘર જ હતો.

મોહિત બઘેલની આજ સવારે 10 વાગ્યે અચાનક તબીયત ખરાબ થઈ હતી. પરિવારજનો મોહિતને લઈને તરત મથુરાના નયતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે મોહિતને ભરતી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ મોહિતને તબીયત વધુ બગડી ગઈ હતી.

You cannot copy content of this page