Only Gujarat

National TOP STORIES

અમરનાથમાં આ વર્ષે આટલું મોટું છે શિવલિંગ, જુઓ ભોળેશંભુની હાલની તસવીરો

શ્રીનગરઃ કોરોનાવાઈરસથી ફેલાયેલી મહામારી વચ્ચે લોકડાઉન સમગ્ર દેશમાં લાગુ છે. આ દરમિયાન હજુ ઓફિશિયલી અમરનાથ યાત્રા 2020 શરૂ થવામાં અંદાજે 1 મહિનાનો સમય બાકી છે. પરંતુ કેટલાક લોકો પહેલા જ પવિત્ર ગુફા સુધી જવામાં સફળ થઇ ગયા છે. આ લોકોએ બાબા બર્ફાનીની લેટેસ્ટ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે.

કોરોનાને કારણે અત્યારસુધીમાં અમરનાથ યાત્રા ફરી શરૂ કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હાલની સ્થિતિ જોતા આ વર્ષે આ પવિત્ર યાત્રા રદ કરવામાં આવે તેની પૂર્ણ સંભાવના દેખાઇ રહી છે.

સામાન્ય રીતે અમરનાથ યાત્રા માટેની તૈયારી એપ્રિલના મહિનાથી જ શરૂ થઇ જાય છે અને યાત્રાના રસ્તા પરથી બરફ હટાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે અત્યારસુધીમાં આવી કોઇ જ કામગીરી કરવામાં આવી નથી.

અમરનાથ યાત્રા માટેની તૈયારી હજુ સુધી શરૂ પણ થઇ નથી. આ વખતે ગત વર્ષની તુલનામાં અનેક ગણી વધુ હિમવર્ષા થઇ છે અને હજુ પણ સમગ્ર રસ્તા પર દસથી 20 ફૂટ સુધી બરફ પડ્યો છે.

આ તસવીરો પંજતરણી અને શેષનાગમાં લેવામાં આવી છે. આ વર્ષની અમરનાથ યાત્રા 23 જુનથી શરૂ થઇ રહી છે અને 3 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. પરંતુ એપ્રિલ 23ના રોજ શ્રાઇન બોર્ડે આ વર્ષની યાત્રા શરૂ થવા પર જ સવાલ ઉઠાવ્યા હતા. ગત વર્ષે પણ ધારા 370 હટાવવાને કારણે યાત્રાને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી.

You cannot copy content of this page