Only Gujarat

Gujarat TOP STORIES

અમદાવાદના અખબારનગર અંડરપાસમાં BRTS બસનો ભયાનક અકસ્માત, થયો ટ્રાફિકજામ

અમદાવાદમાં બીઆરટીએસની અકસ્માતની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના અખબારનગર અંડરબ્રિજમાં આખી બસ દિવાલમાં ઘૂસી ગઈ હતી જેના કારણે ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો અને બસના બે ફાડિયા થઈ ગયા હતા તેવું તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અકસ્માત થતાં જ અંદર બેસેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત પાંચ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ અંડરપાસમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આજે બપોરના સમયે અમદાવાદના અખબારનગરના અંડરપાસમાં બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન એક ટૂ વ્હીલર ચાલક અચાનક વચ્ચે આવી ચડ્યો હતો જેને બચાવવા જતાં બીઆરટીએસના ડ્રાઈવરે બસ દિવાલમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવર સાઈડની બસનો ભાગ આખો ચિરાઈ ગયો હતો. આ અકસ્માતની તસવીરો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.

આ અકસ્માત બાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ત્યાર બાદ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો. પોલીસ મુજબ ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો હતા.

સદનસીબે બસ ધડાકાભેર અથડાઈ ત્યારે બસમાં બે જ મુસાફરો હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ બસના ડ્રાયવરને ઈજા પહોંચી હતી પરંતુ સ્થાનિક લોકોમાં એક જ ચ્રચા ચાલી રહી છે કે આ અકસ્માત કેવી રીતે થયો હશે જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ સ્ટિયરીંગ લોક થતાં આ અકસ્માત સર્જાયો હયો.

બીઆરટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બસના ડ્રાઈવરનું નામ રમેશભાઈ અને સુપરવાઇઝર બે વ્યક્તિ જ સવાર હતા બંને લોકોને ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

You cannot copy content of this page