Only Gujarat

FEATURED International

હેલિકોપ્ટરની મદદથી પોલીસ કોન્સ્ટેબલ મહિલાનો બનાવ્યો અશ્લિલ વીડિયો

ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં ભૂતપૂર્વ ગ્લેમર મોડેલ ટ્રેસી ડિકસને પોલીસ વિરુદ્ધ કેસ જીત્યો છે. ટ્રેસીએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે તેના બગીચામાં ન્યૂડ થઈને સનબાથ લઈ રહી હતી ત્યારે એક પોલીસકર્મીએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને તેના અનેક વીડિયો બનાવ્યા હતા. ટ્રેસીએ આ કેસમાં લગભગ 2 કરોડની માનહાનિનો દાવો કર્યો હતો. મીરર વેબસાઇટના એક અહેવાલ મુજબ, આ કિસ્સામાં પોલીસનું કહેવું છે કે, તેઓએ ટ્રેસી સાથે સમાધાન કરી ચૂક્યા છે. જો કે 2 કરોડની બદનામી અંગે પોલીસ મૌન છે.

ટ્રેસીએ કહ્યું કે, આ વ્યક્તિ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ પોતાના મનોરંજન માટે કરે છે અને ગુનેગારો પર નજર રાખવાને બદલે આવા પોલીસકર્મીઓ સામાન્ય લોકો માટે જોખમી બની જાય છે. 54 વર્ષીય ટ્રેસીનું કહેવું હતું કે પોલીસે તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે અને આ ઘટના દ્વારા તેઓએ તેને માનસિક રીતે પરેશાન પણ કરી હતી.

ટ્રેસીએ એમ પણ કહ્યું હતું કે, આ પોલીસ અધિકારીએ તેને એમ કહેવાની ના પાડી હતી કે અગાઉ તેઓએ કેટલી વાર આટલું ખરાબ કૃત્ય કર્યું છે. તો 54 વર્ષીય કોન્સ્ટેબલ એડ્રિયન પોગમોર સ્વીકાર્યું કે તેણે દક્ષિણ યોર્કશાયર પોલીસ હેલિકોપ્ટરની મદદથી ટ્રેસીની જાસૂસી કરી હતી.

આ સરકારી હેલિકોપ્ટરમાં ખૂબ જ શક્તિશાળી કેમેરો લાગેલો છે, જે કારમાં લાગેલી નંબર પ્લેટને બે માઇલ દૂરથી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ટ્રેસીએ એમ પણ કહ્યું હતું કે, તેણી અને પોગમોર એક જ શાળામાં અભ્યાસ કર્યો છે અને તેઓને ચિંતા છે કે કદાચ પોગમોર ઘણા વર્ષોથી ગુપ્ત રીતે તેનો પીછો ન કરતો હોય.

ટ્રેસીએ મિરર વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ મને પોલીસ ઉપર વિશ્વાસ નથી. આ મારી પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. પોગમોર સાઉથ યોર્કશાયર પોલીસના એર સપોર્ટ યુનિટમાં કામ કરતો હતો.તેની ઉપર આરોપ છે કે આ 2 મિલિયન ડોલરના હેલિકોપ્ટરના કેમેરાથી તેણે એક દંપતીનો સેક્સ વીડિયો પણ શૂટ કર્યો હતો.

You cannot copy content of this page