Only Gujarat

Bollywood FEATURED

આ છે પરેશ રાવલની પત્ની, ભાગ્યે જ જોઈ હશે આવી તસવીરો, સુંદરતામાં કોઈને પણ આપે ટક્કર!

મુંબઈઃ બોલિવૂડમાં ‘બાબૂ ભૈયા’ના નામથી ફૅમશ એક્ટર પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત 62 વર્ષની થઈ ગઈ છે. 3 નવેમ્બર, 1958માં જન્મેલી સ્વરૂપ મિસ ઇન્ડિયા યૂનિવર્સ રહી ચૂકી છે. સ્વરૂપે ટીવી કૉમેડી સિરિયલ ‘યે જો હૈ જિંદગી’માં કામ કર્યું છે, જે ખૂબ જ હિટ થઈ હતી. કહેવામાં આવે છે કે, આ સિરિયલ માટે તેમને ઘણી મહત્ત્વની સિરિયલોની ઑફર ગુમાવી હતી. વર્ષ 1979માં મિસ ઇન્ડિયાનો તાજ પહેરનારી એક્ટ્રસ સ્વરૂપ સંપતે પરેશ રાવલ સાથે વર્ષ 1987માં લગ્ન કર્યાં હતાં. બંને પહેલીવાર વર્ષ 1975માં મળ્યાં હતાં. તે સમયે બંને કૉલેજમાં સ્ટડી કરી રહ્યાં હતાં. સ્વરૂપને જોતાં જ પરેશ તેમને પ્રેમ કરવા લાગ્યાં હતા અને પોતાના ફ્રેન્ડને કહ્યું હતું કે, ‘હું આ છોકરી સાથે લગ્ન કરીશ’ પરેશ રાવલની આ ખૂબીની ફેન થઈ ગઈ હતી સ્વરૂપ.

સ્વરૂપે પહેલીવાર પરેશને સ્ટેજ પર પર્ફોમ કરતાં જોઈ તેમની એક્ટિંગની ફૅન થઈ ગઈ હતી. આ પછી તેમણે બેક સ્ટેજ જઈ પરેશને પૂછ્યું કે, ‘તે કોણ છે?’ સ્વરૂપને પણ થિએટરનો શોખ હતો. આ રીતે બંનેની ફ્રેન્ડશિપ થઈ અને પછી ફ્રેન્ડશિપ ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ.

વર્ષ 1987માં બંનેએ ખૂબ જ સિમ્પલ રીતે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં બંનેના પરિવારના નજીકના લોકો જ આવ્યાં હતાં. લગ્ન લક્ષ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડ, મુંબઈમાં થઈ હતી. સ્વરૂપ સંપત મુજબ, ‘તે દરમિયાન 8 બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા અમારા લગ્ન થયાં હતાં.’

સ્વરૂપ સંપતે ઘણી બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી ‘નરમ ગરમ’ (1981), ‘હિમ્મતવાલા’ (1983), ‘કરિશ્મા’ (1984) અને ‘સાથિયા’ (2000) પ્રમુખ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1984માં કમલ હાસન અને રીના રૉય સ્ટારર ફિલ્મ ‘કરિશ્મા’માં જ્યારે તેમણે બિકીની પહેરી ત્યારે તેમની પરફેક્ટ ફિગર જોઈ લોકો હેરાન હતાં.

સ્વરૂપ સંપતનો મોટાભાગનો સમય હવે બાળકો સાથે પસાર થાય છે. તે ક્યારેક મહારાષ્ટ્રના કોઈ ગામથી આવતાં જનજાતીય સમુદાયના બાળકોને ભણાવે છે તો ક્યારેક સુરત-મુંબઈની ઇલીટ સ્કૂલના બાળકોને લાઇફ સ્કિલ એજ્યુકેશન (એલએસઇ) ટેક્નીકથી ટિચિંગ કરે છે. આ ઉપરાંત તે દિવ્યાંગ (ડિસેબલ્ડ) બાળકોને એક્ટિંગ શીખવાડે છે.

સ્વરૂપ સંપતે કુમકુમ બનાવનારી કંપની શ્રૃંગાર માટે પણ મૉડેલિંગ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બાળકો માટે યોજાતા એજ્યુકેશન પ્રોગ્રામના હેડ તરીકે નીમણૂક કરી હતી. તે પારંપારિક શિક્ષા પદ્ધતિઓથી અલગ ભણવા માટે નાટક, ગીત, સંગીત, ચિત્રકલા, ગ્રુપ જિસ્કશન જેવી ટેક્નીકનો સહારો લે છે. સ્વરૂપ સેટેલાઇટથી ગુજરાતની અઢી લાખ પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને ટ્રેનિંગ પણ આપી ચૂકી છે.

સ્વરૂપ સંપતે ટીવી કૉમેડી સિરિયલ ‘યે જો હૈ જિંદગી’માં કામ કર્યું છે. જે ખૂબ જ હિટ થઈ હતી. જેમાં તે દિવંગત એક્ટર શફી ઇનામદારની વાઇફના રોલમાં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે, સિરિયલ માટે તેમણે ઘણી મહત્ત્વની સિરિયલની ઑફર નકારી દીધી હતી. આ ઉપરાંત તેમણે 90ના દશકની સિરિયલ ‘યે દુનિયા ગજબ કા’, ‘ઑલ ધી બેસ્ટ’માં પણ જોવા મળી ચૂકી છે.

સ્વરૂપ સંપત અને પરેશ રાવલને બે દીકરા છે. મોટાનું નામ આદિત્ય અને નાના દીકરાનું નામ અનિરુદ્ધ છે. પરેશના મોટા દીકરા આદિત્ય રાવલ અને રવીન્દ્રનાથ ટેગોર અને શેક્સપીયરનો ફેન છે. તે ખૂબ જ પ્રભાવિત છે અને તેમને લીટરેચર ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત આદિત્ય અમેરિકા અને ઇન્ડિયામાં સ્ક્રીનપ્લે રાઇટરનું કામ પણ કરે છે. આદિત્ય અને પ્લેટાઇમ ક્રિએશન્સના બેનર હેઠળ પણ ફિલ્મ બનાવવા માગે છે.

પરેશ રાવલના નાના દીકરા અનિરુદ્ધ રાવલે સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’માં કામ કર્યું છે. અનિરુદ્ધે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરી નહીં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તે આ ફિલ્મ સાથે જોડાયેલો હતો. આ અનિરુદ્ધની પહેલી ફિલ્મ હતી.

You cannot copy content of this page