આ એરપોર્ટ પર ગમે તે પાયલટ ના કરી શકે લેન્ડિંગ, જોતા જ હાંજા ગગડી જાય એ નક્કી

નવી દિલ્હીઃ વંદે માતરમ મિશન હેઠળ યાત્રીઓને લઇને આવતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું શિકાર થઇ ગયું. દુર્ઘટના શુક્રવાર (સાત ઓગસ્ટ) સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર બની. એર ઇન્ડિયાની એક ફ્લાઇટ શુક્રવાર સાંજે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર સ્લીપ થઇ ગઇ. દુર્ઘટના કોઝિકોડના કરીપુર એરપોર્ટ પર બની. આ વિમાન દુબઇથી યાત્રીઓને લઇને આવતું હતું. વિમાનમાં 184 યાત્રી અને 7 ક્રૂ મેમ્બર હતા. દુર્ઘટનામાં 21થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાનું કારણ આ એરપોર્ટની ખતરનાક રનવે હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોકોનું માનવું છે કે, વરસાદ અને અહીં પાણી જમા થતું હોવાથી દુર્ઘટના ઘટી છે. જો કે દુનિયામાં આવા કેટલાક ખતરનાક રનવે છે. જયાં દુર્ઘટના થવાની શક્યતા વધુ છે. આ ખતરનાક રનવે જોઇને કોઈના પણ શ્વાસ અદ્ધર થઇ જશે.

મરીનકોર એરસ્ટેશન ફૂટનેમાઃ આ એરપોર્ટને પણ ખતરનાક માનવામાં આવે છે કારણે કે એરપોર્ટ ચારેબાજુ પાર્ક, સ્કૂલ અને બિઝનેસ સ્પોર્ટસથી ઘેરાયેલું છે. જો અહીં લેન્ડિંગ સમયે કોઇ દુર્ઘટના ઘટી તો મોટી મોટી જાનહાનિ થઇ શકે છે. નિયમ મુજબ એરપોર્ટની આસપાસ ખાલી વિસ્તાર હોવો જરૂરી છે. જો કે અહીં આસપાસ ક્યાંય ખાલી જગ્યા નથી દેખાતી.

મેડીએરા એરપોર્ટ, પોર્ટુગલઃ આ એરપોર્ટને પણ ખતરનાક એરપોર્ટની યાદીમાં આવે છે કારણ કે તેનું રનવે ખૂબ નાનુ છે. લેન્ડિંગ સમયે પણ અહીં સૂસવાટા મારતા પવન આવે છે. આ કારણે પ્લેન ઉડાન ભરે છે ત્યારે પણ ખૂબ હલે છે. આ એરપોર્ટની લંબાઇના કારણે અહીં અનેક વખત પ્લેન ક્રેશ થયુ છે.

મેકમર્ડા એરસ્ટેશન, એન્ટાર્કટિકાઃ બરફની વચ્ચે બનેલા આ એરપોર્ટને ખૂબ ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે. બરફની વચ્ચે સ્પીડમાં આવતા પ્લેનનું લેન્ડિંગ ખૂબ જ કપરૂ કામ છે. આ એરપોર્ટનો રનવે બરફથી ઢંકાયેલો છે. આ કારણથી પ્લેન સ્લિપ થવાનો પણ વધુ ડર રહે છે.

જિબ્રાલ્ટર આંતરરાષ્ટ્રીય એરપોર્ટઃ આ એરપોર્ટને પણ સૌથી વધુ ખતરનાક એરપોર્ટ કહેવાય છે. આ એરપોર્ટ મુખ્ય રોડ પર છે. જ્યારે પ્લેન પસાર થાય છે ત્યારે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. આ નજારો જોઇને આપને આપની આંખો પર વિશ્વાસ નહી આવે.

પારો વિમાનક્ષેત્ર, ભૂટાનઃ આ એરપોર્ટ પણ ખતરનાક એરપોર્ટની યાદીમાં સામેલ છે. આ એરપોર્ટ હિમાલયના પર્વતમાં બનેલું છે અને ઘણું નાનું છે. અહીં પ્લેનનું લેન્ડિંગ કરાવતી વખતે તેને ફેરવીને લેન્ડિંગ કરવામાં આવે છે. પહાડોની વચ્ચે બનેલ આ એરપોર્ટ ખરેખર ખૂબ ખતરનાક છે.


પ્રિન્સેસ જુલિઆના ઇન્ટરનેશનલ એરપોર્ટઃ આ એરપોર્ટનું રનવે પણ એટલું જ ખતરનાક છે. લેન્ડિંગ સમયે અહીં પણ અકસ્માત થઇ શકે છે. એરપોર્ટ ભારે ગીચ વિસ્તારમાં બનેલું છે. જ્યારે લેન્ડિંગ થાય છે ત્યારે લોકો તેની તસવીર ખેંચવા માટે નજીક જતાં રહે છે. તેના કારણે પણ આ એરપોર્ટ પર દુર્ઘટના ઘટે છે.


કોરશેલવેલ એરપોર્ટ ફ્રાન્સઃ બરફથી ઢંકાયેલા આ એરપોર્ટ પર લેન્ડિંગ કરવું ખૂબ જ કપરું કામ છે. અહીંયા રનવે બીજા એરપોર્ટની જેમ સીધો નથી. અહીંયા રનવે ઢાળ પર બનેલો હોવાથી અકસ્માતની શક્યતા વધુ રહે છે. આ કારણે જ લેન્ડિંગ સમયે પ્લેન આખું હલે છે. તેના પર કન્ટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે.