Only Gujarat

FEATURED International

માત્ર 16 વર્ષની ઉંમરમાં કર્યા પહેલા લગ્ન, 22ની ઉંમરમાં થયો છ સંતાનોનો બાપ, હવે કરશે ચોથા લગ્ન

ઈસ્લામાબાદ: જો તમને કોઈ કહે છે કોઈ મહિલા પોતાના પતિ માટે નવી પત્ની શોધી રહી છે તો શું તમને એ વાત પર વિશ્વાસ આવશે. પરંતુ આ સત્ય છે. પાકિસ્તાનના સિયાલકોટમાં એક શખ્સે ત્રણ લગ્નો કર્યા. ત્રણેય પત્ની સાથે રહે છે. ખાસ વાત એ છે કે હવે ત્રણેય મળીને પતિ માટે ચોથી પત્ની શોધી રહી છે. આ મામલાની ચર્ચા આખા પાકિસ્તાનમાં છે. જો કે, અહીં એકથી વધુ લગ્ન કરવા કોઈ નવી વાત નથી, પરંતુ ત્રણ પત્નીઓ મળીને ચોથી શોધે છે, તે ચોંકાવનારું છે.

સિયાલકોટમાં રહેતા અદનાને 3 લગ્નો કર્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. અદનાનના પહેલા લગ્ન 16, બીજા 20 અને ત્રીજા 21 વર્ષે થયા હતા.

અદનાનની પત્નીનું નામ શુંભાલ, શુબાના અને શાહિદા છે. ત્રણેય પત્નીઓ મળીને ચોથીની શોધ કરી રહી છે. ચોથી પત્નીનું નામ પણ S અક્ષરથી શરૂ થતું હોય તેવી રીતે પાત્ર શોધવામાં આવી રહ્યું છે. મહિલાઓનું માનવું છે કે તમામનું નામ S અક્ષર પરથી છે એટલે ઘરમાં ખુશીઓ રહે છે.

અદનાનને બાળકો પણ છે. પહેલી પત્ની શુંભાલથી 3 બાળકો, બીજી શુબાનાથી બે બાળકો. શુબાનાના એક બાળકને ત્રીજી પત્ની શાહિદાએ દતક લીધું છે. અદનાન એક સાથે ત્રણ-ત્રણ પત્નીઓને સંભાળી રહ્યા છે. અને હવે, ચોથા લગ્નની તૈયારી કરી રહ્યા છે.

અદનનાની પત્નીઓ આરોપ લગાવે છે કે તેઓ ત્રણેય પત્નીઓને સમય નથી આપી શકતા. જો કે, ત્રણેય પત્નીઓ અદનાન અને તેના બાળકોનું ખાસ ધ્યાન રાખે છે. કોઈ ભોજન બનાવે છે તો કોઈ કપડા ધુએ છે. કોઈ સાફ સફાઈનું ધ્યાન રાખે છે. અદનાનના ઘરનો ખર્ચ દર મહિને લગભગ દોઢ લાખ પાકિસ્તાની રૂપિયાનો છે.

You cannot copy content of this page