Only Gujarat

FEATURED Health

કોરોના હોવાની શંકા હોય તો તાત્કાલિક કરો આ કામ, 30 સેકન્ડમાં વાઈરસનો થશે ખાત્મો!

અમદાવાદઃ કોરોનાવાઈરસના વધતા ચેપની વચ્ચે બીજી લહેર આવી ગઈ છે. ઘણીવાર આપણે જાણતા-અજાણતા કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવી જઈએ છીએ. જો તમને કોઈ પણ વ્યક્તિનામાં કોરોનાના લક્ષણ તથા તે ચેપગ્રસ્ત હોવાની આશંકા હોય તો તમારે તરત જ માઉથવોશ કરીને પોતાની જાતને સુરક્ષિત કરી શકો છો. આ વાતનો ખુલાસો હાલમાં જ એક રિસર્ચમાં કરવામાં આવ્યો હતો.


યુકેમાં વેલ્સ સ્થિત યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમને રિસર્ચમાં જાણવા મળ્યું કે બજારમાં મળતા માઉથવોશનો જો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો કોરોના મોંની અંદર જ માત્ર 30 સેકન્ડ્સમાં ખત્મ થઈ જાય છે. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ કોઈ પણ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવી હોય અને કોરોના વાઈરસ તેના મોંમાં ગયા હોય તો આ માઉથવોશથી તેનો ખાત્મો બોલાવી શકાય છે.


ડોક્ટર્સના મતે, આ વાતનું ધ્યાન રાખવું કે તમારા મોંમાં જે લાળ છે, તેને ગળવાની જગ્યાએ થૂંકી દેવી અને તરત જ માઉથવોશનો ઉપયોગ કરી લેવો. માઉથવોશની મદદથી કોરોનાનો ખાત્મો ત્યાં સુધી જ શક્ય બને છે જ્યાં સુધી મોંની અંદર સલાઈવામાં હોય. કોરોનાને મોંની અંદર જ ખત્મ કરવા જરૂરી છે અને તે માટે માઉથવોશનો ઉપયોગ કરવો. આ માઉથવોશમાં ઓછામાં ઓછા 0.07 ટકા સેટાઈપિરાઈડનિયમ ક્લોરાઈડ હોવાું જોઈએ.


ડોક્ટર્સે કહ્યું હતું કે જો વ્યક્તિ સલાઈવાને ગળી જાય છે અને કોરોના વાઈરસ શ્વસન તંત્રમાં પ્રવેશ કરી લે છે, પછી માઉથવોશની અસર કેટલી રહે છે, તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. જોકે, એ વાત સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં માઉથવોશ જરૂરી અસરકારક રહેશે નહીં.


આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે હાથને સતત સેનિટાઈઝ કરવાની સાથે જો સમય સમય પર માઉથવોશનો ઉપયોગ કરવામાં આવે તો કોરોનાનો ચેપ લાગવાની શક્યતા ઓછી કરી શકાય છે. કોરોનાથી બચવા માટે ડોક્ટર્સ ગરમ પાણી પીવાની સલાહ આપે છે.

You cannot copy content of this page