Only Gujarat

Bollywood

કિંગ ખાનના ભવ્ય બંગાલમાં રહેવું છે એક દિવસ? બસ કરો આ એક કામ ને પછી રહો રજવાડી ઠાઠથી

શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના દિલ્લી વાળા ઘરના ખૂબ જ પ્રેમ કરે છે. અને એટલે જ હવે આ જોડીએ પોતાના ઘરને ચાહકો સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે. શાહરુખ-ગૌરી પોતાના ઘર માટે Airbnb સાથે પાર્ટનરશિપ કરી છે અને ચાહકોને તેમાં રહેવાનો મોકો આપ્યો છે.

જી હા, અમે મજાક નથી કરી રહ્યા. શાહરુખ ખાન સાચે જ દિલ્લીના પંચશીલમાં આવેલા પોતાના ઘરમાં ચાહકોને એક દિવસ રહેવાનો મોકો આપે છે. Airbnbના #HomewithOpenArmsની સાથે ચાહકોને એક રાત પોતાના દિલ્લીના ઘરમાં વિતાવવાનો મોકો આપી રહ્યા છે.

આ જીવનમાં એકવાર આવતા મોકા માટે તમારે એક સ્પર્ધામાં ભાગ લેવો પડશે. જીતનારને પોતાના સાથી સાથે 13 ફેબ્રુઆરી 2021ના સાઉથ દિલ્લીના પંચશીલ પાર્કમાં આવેલા આ ઘરમાં રાત રહેવાનો મોકો મળશે.

શાહરુખના ઘરમાં એક રાત વિતાવવા માટે એક સ્પર્ધામાં ભાગ લેવાનો છે. જેના માટે તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. ફૉર્મમાં તમારે જણાવવાનું છે કે Open Arm Welcome તમારા હિસાબથી કેવું હોઈ શકે. આ સવાલ શાહરુખ ખાનના આઈકૉનિક ઓપન આર્મ પોઝને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે શાહરુખ ખાને ખુદ આ વાતની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેમની પત્ની ગૌરીએ ખુદ તેમના દિલ્લી વાળા ઘરને રીડિઝાઈન કર્યું છે. અને હવે લોકોને તેમાં રહેવાનો મોકો મળી રહ્યો છે.

ગૌરી ખાનની વાત કરીએ તો તે કમાલની ઈન્ટીરિયર ડિઝાઈનર છે. તેણે અનેક ઘરોને અત્યાર સુધીમાં પોતાના કામથી ખૂબસૂરત બનાવ્યા છે. શાહિદ અને મીરા જેવા સ્ટાર્સ તેની પાસે ઘર ડિઝાઈન કરાવડાવી ચૂક્યા છે. હવે તેણે પોતાના અને શાહરુખના દિલ્લીવાળા ઘરને નવું રૂપ આપ્યું છે.

પોતાના હાથે આ ઘરના સજાવનાર ગૌરીએ પતિ શાહરુખ ખાન સાથેના બાળકોના ફોટોસ પણ ઘરમાં લગાવ્યા છે. એટલું જ નહીં શાહરુખ અને ગૌરીની તમામ ઈન્ટરનેશનલ ટ્રિપ્સ સાથે જોડાયેલી યાદો પણ આ ઘરમાં જોવા મળશે. જેના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

You cannot copy content of this page