Only Gujarat

Bollywood

કરીનાની નણંદનું લક્ઝુરિયર્સ ઘર, જોઈને જ તમે કહેશો – ‘અતિ સુંદર’

મુંબઈ: કોરોનાને લઈને ભારતમાં હાલત સારી નથી. અહીં રોજ અનેક લોકો વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ લોકોની સુવિધા માટે સરકાર લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ જરૂર હોય એટલું જ ઘરની બહાર નીકળે છે.

એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કહાની- કિસ્સા, થ્રો બેક ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનના ઘરના કેટલાક ફોટોસ સામે આવ્યા છે. આ ફોટોઝમાં સોહાનું આલીશાન ઘર જોવા જેવું છે. આવો, તમને બતાવીએ કે સૈફ અલી ખાનની નાની બહેન સોહાના ઘરની ઈનસાઈડ ફોટોસ.

સૈફની 41 વર્ષની બહેન સોહા હાલ ફિલ્મોથી દૂર ફેમિલી લાઈફ એન્જોય કરી રહી છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3માં નજર આવી હતી.

સોહા પોતાના પતિ કુણાલ ખેમુ અને દીકરી ઈનાયા નૌમી સાથે લિંકિંગ રોડ સ્થિત સુંદર વિલા અપાર્ટમેન્ટના 9માં માળે રહે છે.

સોહાને પણ ભાઈ સૈફની જેમ વાંચવાનો શોખ છે એટલે જ તેમના ઘરમાં અનેક પુસ્તકો છે.

તેણે પુસ્તકો રાખવા માટે અલગથી સેલ્ફ બનાવ્યો છે.તેમના ઘરની એક દિવાલ કાચની બનેલી છે, જેનાથી બહારનો નજારો જોઈ શકાય છે.

તેણે પોતાના ઘરને ખૂબ જ આર્ટિસ્ટિક રીતે સજાવીને રાખ્યું છે. સોહાએ પોતાના ઘરને પોતે દેખરેખ કરીને ઈન્ટીરિયર ડિઝાઈનર પાસે ડિઝાઈન કરાવ્યું છે.

ઘરમાં મોટા-મોટા સોફા અને કાઉચ પણ સજાવટ માટે રાખવામાં આવ્યા છે. ઘરની દીવાલો પર તેમણે પેરેન્ટ્સ અને ફેમિલીના ફોટોસ રાખ્યા છે.

સોહાએ પોતાની દીકરી ઈનાયાના રમવા માટે એક રુમ અલગથી સજાવ્યો છે, જે ખૂબ જ કલરફુલ દેખાય છે. તેને ગાર્ડનિંગનો પણ શોખ છે.

ઘરની બહાર તેમણે અનેક સારા છોડ પણ લગાવ્યા છે.

You cannot copy content of this page