Only Gujarat

Bollywood

પુત્રી આરાધ્યા સાથે લંચ ડેટ પર નિકળી ઐશ્વર્યા રાય બચ્ચન, આ રીત વિતાવ્યો સમય

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા સાથેની બોન્ડિંગ વિશે દરેક લોકો જાણે જ છે. ઐશ્વર્યા કોઈ પણ જગ્યાએ જાય તેની સાથે તેની પુત્રી જોવા મળે જ છે. આ સિવાય ઐશ્વર્યા આરાધ્યાને સ્કૂલના દરેક ફંક્શનમાં પણ સામેલ થાય છે. હાલમાં જ માતા-પુત્રી એકસાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે લંચ ડેટ પર નિકળ્યાં હતાં. આ દરમિયાન બન્નેનું ક્યૂટ બોન્ડિંગ જોવા મળ્યું હતું. ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


આ દરમિયાન બન્ને કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આરાધ્યા હંમેશાની જેમ પૈપરાઝીને જોતાં જ ઉત્સાહિત જોવા મળતી હોય છે. તેણે કારમાં બેઠા પહેલાં બધાંને બાય પણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. ઐશ્વર્યા પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર પુત્રી આરાધ્યાની તસવીરો પોસ્ટ કરતી હોય છે અને આ ખુબસુરત બોન્ડિગ વિશે પોતાનો વિચાર પણ લખે છે.


આરાધ્યા અત્યારથી જ કલ્ચર એક્ટિવિટીમાં બહુ જ ટાઈમ સ્પેન્ડ કરે છે. તે સ્કૂલના કલ્ચર ફંક્શનમાં પણ ભાગ લે છે. જ્યારે આરાધ્યા સ્કૂલમાં પરર્ફોમ કરે છે ત્યારે ઐશ્વર્યા જ નહીં પરંતુ અભિષેક બચ્ચન અને દાદા અમિતાભ બચ્ચન પણ હાજરી આપે છે.

You cannot copy content of this page