બર્થ-ડે પર દીકરા સાથે જોવા મળી માતા મલાઈકા અરોરા, આ સીન જોઈ કન્ફ્યૂઝ થયા ચાહકો

મુંબઈ: મલાઈકા અરોરાએ તેનો 47મો બર્થડે શુક્રવારે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસરે મલાઈકા ઓરેન્જ કલરના ડ્રેસમાં જુહૂના એક ક્લબની બહાર સ્પોટ થઈ હતી. કોરોના મહામારીને લીધે મલાઈકાએ માસ્ક પહેર્યું હતું. મલાઈકા સાથે તેમનો 18 વર્ષનો દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો. અરહાનને માસ્કમાં જોઈ કેટલાક લોકો કન્ફ્યુઝ થઇ ગયાં હતાં અને ફોટો પર ખૂબ જ કોમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફોટોમાં અરહાનની કદકાઠી અને ફેસ અર્જુન કપૂર જેવું લાગી રહ્યું છે.

એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું કે, ‘ આ અરહાન અર્જુન કપૂર જેવો કેમ લાગી રહ્યો છે?’ તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે, ‘જ્યાં સુધી મેં વાંચ્યું નહીં કે આ અરહાન છે, ત્યાં સુધી મને આ અર્જુન કપૂર લાગતો હતો.’

તો એકબીજા વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘પ્રી બર્થડે સેલિબ્રેશન. ડ્રગ્સ તૈયાર રાખો’ ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં કરણ જોહરની એક પાર્ટીનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં ઘણાં સેલેબ્સની સાથે મલાઈકા પણ નશામાં જોવા મળી હતી.

બોલીવૂડના સૌથી પોપ્યુલર લવ બર્ડ્સમાંથી એક મલાઈકા અરોડા અને અર્જુન કપૂર થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. જોકે બંને કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયા છે.

રિપોર્ટ મુજબ અર્જુન કપૂર લૉકડાઉન દરમિયાન મલાઈકાના ઘરમાં જ સમય પસાર કરતો હતો. લૉકડાઉન સમયે સેલેબ્સ તેમનું કૂકિંગ ટેલેન્ટ દેખાડી રહ્યા હતા. આ વચ્ચે અર્જુન કપૂરે તેની સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, એમાં કેક જોવા મળી રહી હતી. આ કેક સાથે તેમણે હર અને હાર્ટની ઈમોજી બનાવ્યું હતું.

અર્જુન અને મલાઈકાએ ગયાં વર્ષે પોતાની રિલેશનશિપ ઓફિસિયલ કરી હતી. ત્યારે બંનેએ એકબીજાનો હાથ પકડેલો ફોટો શેર કર્યો હતો. તે દિવસે અર્જુન કપૂરનો જન્મદિવસ હતો.

આમ તો, અર્જુન અને મલાઈકાએ ભલે પોતાનો સંબંધ ઓફિસિયલી સ્વીકારી લીધો હોય, પણ ફેન્સ બંનેને લગ્નના બંધનમાં બંધાતા જોવા માંગે છે. જેને લીધે ઘણીવાર સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની અફવાઓએ પણ ઉડતી રહે છે.

મલાઈકાએ કરણ જોહરના ચેટ શૉ કોફી વિથ કરણમાં આ વાત સ્વીકારી હતી કે, તે અર્જુન કપૂર ને પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજાના વખાણ કરતાં પણ જોવા મળે છે. મલાઈકા અર્જુન કપૂર કરતા ઉંમરમાં 12 વર્ષ મોટી છે. મલાઈકા 47 વર્ષની છે તો અર્જુન કપૂર પણ 35 વર્ષનો છે.

થોડાં દિવસ પહેલાં જ્યારે એક ફેને અર્જુન કપૂરને તેમના લગ્ન વિશે સવાલ કર્યો તો અર્જુનને જવાબમાં કહ્યું કે, ‘જ્યારે પણ લગ્ન કરીશ બધું જ જણાવી દઈશ. અત્યારે કોઈ પ્લાન નથી.’ અર્જુને વધુમાં કહ્યું હતું કે, ‘અત્યારે લગ્ન થશે તો પણ કેવી રીતે, જો કરવા હશે તો પણ કેવી રીતે કરવા?’

પોતાની લવ લાઈફ વિશે વાત કરતાં મલાઈકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ બીજી વાર પ્રેમમાં પડવા માગે છે, એક સંબંધમાં આવવા માગે છે. કોઈ પણ તેની આખી જિંદગી એકલા અને સિંગલ રહેવા માંગતા નથી. ભલે મારી આસપાસના લોકોએ જેવું તેવું કહ્યું, પણ મને ખુશી છે કે મેં આ પસંદગી સમજી-વિચારીને કરી છે.’