Only Gujarat

Bollywood

બાપ-દીકરીની તસવીર જોતા જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને, જાણો કેમ?

લંડનઃ સેલિબ્રિટી થઈને લોકોનું અટેન્શન પામવું કદાચ સૌ કોઈનું સપનું હોય છે. કોને નહીં ગમે કે તેના વિશે સૌ વાતો કરે. તેમના વખાણ કરે. પરંતુ આ ચકાચૌંધની દુનિયા દૂરથી જેટલી સારી લાગે છે, અસલમાં અંદર એટલી જ સમસ્યાઓ પણ હોય છે. તેમની લાઈફ પણ ચર્ચાનો વિષય બની જાય છે. એક નાની ઘટનાને લઈને પણ તેમને ટ્રોલ કરવામાં આવે છે. ન માત્ર સેલેબ્સ, પરંતુ તેમના પરિવારની જિંદગી પણ લોકો માટે ગૉસિપનું કારણ બની જાય છે. હાલમાં જ એટલાન્ટાની ટીવી સ્ટાર કિમ જોસલક બૈરમનની દીકરીએ પોતાના સાવકા પિતા સાથે એક ફોટો શેર કર્યો, જે બાદ તે લોકોના નિશાને આવી ગઈ. જોવામાં ખૂબ જ નૉર્મલ આ તસવીરમાં લોકોએ એક એવી બાબત જોઈ કે જેના પર લોકોએ ખરાબ કમેન્ટ કરવાની શરૂ કરી દીધી.

ટીવી સ્ટારની દીકરી બ્રિએલે બેરમને પોતાના સાવકા પિતાના જન્મદિવસ પર તેમની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો. આ તસવીરમાં બધુ નૉર્મલ હતું, પરંતુ લોકોએ તેમાં પણ ટ્રૉલ કરવાનો એક પોઈન્ટ શોધી લીધો.

બ્રિએલે માટે લોકોએ લખ્યું કે આ ફોટોએ તેમને અનકમ્ફર્ટેબલ કરી દીધા છે. આ તસવીરને લોકો શેર કરવા લાગ્યા અને પૂછ્યું કે બાપ-દીકરીનો આ કેવો સંબંધ છે.

આ તસવીરમાં બ્રિએલે પોતાના સાવકા પિતાના ખોળામાં બેઠી છે. 23 વર્ષની બ્રિએલેએ પોતાના સાવકા પિતાના જન્મદિવસ પર તેને શેર કરી હતી. તેણે પોતાના પિતાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર કહ્યું હતું, પરંતુ લોકોએ તરત જ આ તસવીરને આડે હાથ લીધી. તે પોતાના પિતાના ખોળામાં કેમ બેઠી છે? અનેક લોકોએ તેને શર્મનાક પણ ગણાવ્યું.

ટ્રોલ થયા બાદ બ્રિએલે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, ‘પોતાના પિતાના ખોળામાં બેસવું બીજા લોકોને કેમ શરમજનક લાગી રહ્યું છે. લોકોની માનસિકતા ખરાબ છે, ના કે તેની ભાવના.’

અનેક લોકો આ સેલિબ્રિટીના સપોર્ટમાં આગળ આવ્યા. તેમણે લખ્યું કે એક દીકરી પોતાના પિતાને જન્મદિવસ પર વિશ કરી રહી છે, આ કોઈને ખોટું કેમ લાગી રહ્યું છે?

You cannot copy content of this page