Only Gujarat

Bollywood

એક્ટર કાર્તિક આર્યને મમ્મીને ગિફ્ટમાં આપી લાખોની કિંમતની ‘મિનિ કૂપર’ કાર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં કાર્તિક આર્યને જાતે પોતાના બાળપણની તસવીર શેર કરતાં ફેન્સને જણાવ્યું હતું કે આજે મારી મમ્મીનો બર્થ-ડે છે. આ ઉપરાંત કાર્તિકે તેની મમ્મીને આપેલી સુંદર ગિફ્ટની તસવીરો પણ શેર કરી હતી .


કાર્તિક આર્યન આમ પણ ખૂબ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘લવ આજ કલ’ના કારણે ચર્ચામાં છે. કાર્તિકની આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રીલિઝ થયું હતું, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. હવે વધુ એક વખત કાર્તિક આર્યન ચર્ચામાં આવ્યો છે. કાર્તિકે તેને મમ્મીને જન્મદિવેસ આપેલી મોંઘી ગિફ્ટની તસવીરો સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઈરલ થઈ રહી છે.


કાર્તિક આર્યને પોતાની માતા માલા તિવારીને એક મિનિ કૂપર ગિફ્ટમાં આપી છે. કાર્તિક પોતાની મમ્મી સાથે આ કારમાં ડ્રાઈવ પર નીકળ્યો હતો. ત્યારે તેને ફેન્સે ઘેરી લીધો હતો. ચાહકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. કાર્તિકની આ તસવીરો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કરી હતી.

ભારતમાં આ પ્રકારની આ પહેલી કાર છે. કાર્તિકે જે કાર ખરીદી છે તે બ્રિટિશ રેસિંગ ગ્રીન કન્વર્ટિબલ ‘મિનિ કૂપર’ છે. કાર્તિકની મમ્મીએ બહુ સમય પહેલાં આ કાર અંગે કાર્તિકને વાત કરી હતી, પણ તે સમયે કાર્તિક આટલો બધો લોકપ્રિય નહોતો. કાર્તિકે તેની મમ્મીની વાત યાદ રહી અને તેણે તેના જન્મદિવસ પર એ જ કાર ગિફ્ટ કરી તેની મમ્મીની ઈચ્છા પૂરી કરી હતી.


કાર્તિકની કરિયરની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘લવ આજ કલ’નું ટ્રેલર હાલમાં જ રીલિઝ થયું હતું. ઈમ્તિયાઝ અલી નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિકની સાથે સારા અલી નજર આવશે. આમ તો આ જોડીની પહેલી ફિલ્મ છે, તો પણ તેની જોડી પહેલાંથી જ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ બંનેને એક સાથે સ્ક્રીન પર જોવા પણ માંગે છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. આ ઉપરાંત કાર્તિક દોસ્તાના-2 અને ભુલભુલૈયા-2માં પણ નજર આવશે.

You cannot copy content of this page