Only Gujarat

Bollywood

કોરોનાવાઈરસના ડર વચ્ચે ફરહાન ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક, આ અંદાજમાં મળ્યો જોવા

મુંબઇઃ જાવેદ અખ્તરના  દીકરા ફરહાન અખ્તરે છેલ્લા કેટલાક મહિનાઓથી એક્ટ્રેસ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ શિબાનીએ ફરહાન સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. જેમાં  બંન્ને એકદમ ક્લોઝ જોવા મળી રહ્યા છે. જોકે આ ફોટોને લઇને લોકો કપલની મજાક ઉડાવી રહ્યા છે. ફોટોમાં બંન્નેના વાળમાં ડૈડ્રફ જોવા મળી રહ્યો છે જેને લોકો સવાલ પૂછી રહ્યા છે.

શિબાનીએ આ ફોટો શેર કરતા લખ્યું કે, બેટર હાફ, જોકે, ફોટોમાં શિબાની અને ફરહાનના વાળ જોઇને શ્રુતિ આચાર્ય નામના યુઝર્સે પૂછ્યું કે આ ડૈડ્રફ ક્યાંથી આવ્યો. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, દૂર રહો, કોરોનાનો ખતરો છે.

એક વ્યક્તિએ તો શિબાનીને હોમબ્રેકર કહી દીધું. નોંધનીય છે કે ફરહાનની પ્રથમ પત્ની અધુના ભંબાની છે જેને ડિવોર્સ આપ્યા બાદ ફરહાન શિબાની સાથે રિલેશનશીપમાં આવ્યો હતો.

શિબાની અને ફરહાન છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને જાણે છે. વાસ્તવમાં તેમની મુલાકાત 2015માં આઇ કેન ડુ ધેટ દરમિયાન થઇ હતી. ફરહાન એ શોને હોસ્ટ કરતો હતો અને શિબાની પણ તે શોનો હિસ્સો હતી. શિબાની જાણીતા એમટીવી વીજે એક્ટ્રેસ અને સિંગર અનુષા દાંડેકરની બહેન છે. અનુષાએ પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. શિબાનીના કરિયરની વાત કરીએ તો તેણે 2014માં આવેલી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં આઇટમ નંબરથી શરૂઆત કરી હતી.

બાદમાં 2015માં તે રોય અને શાનદાર જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે નામ શબાના, નૂર અને ભાવેશ જોશી જેવી ફિલોમાં નાના-મોટા રોલ કર્યા છે. ફરહાન અખ્તર અને તેની એક્સ વાઇફ અધુનાએ એપ્રિલ 2017માં ડિવોર્સ લીધા હતા. બંન્ને 17 વર્ષ બાદ અલગ થયા હતા. તેમના લગ્ન 2000માં થયા હતા. અધુનાથી ફરહાનને બે દીકરી છે જેના નામ શાક્યા (15) અને અકીરા (7) છે. ડિવોર્સ બાદ બંન્ને દીકરીઓ મા સાથે રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો ફરહાન અખ્તર ટૂંક સમયમાં તૂફાન ફિલ્મમાં જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page